Published by : Anu Shukla
- સમગ્ર દેશમાં શિવ-પાર્વતીના વિવાહ ઉત્સવ મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી.
દેશનાં કાશી, મહાકાલ, હરિદ્વાર, ઓમકારેશ્વર, સોમનાથ સહિતના તમામ જ્યોર્તિલિંગ અને મોટા શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે.આજે સવારના 9 વાગ્યા સુધીમા મહાકાલ-કાશીમાં 3-3 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા . કાશીના વિશ્વનાથ મંદિરમાં બાબાના દર્શન કરવા માટે ભક્તો આખી રાત લાઈનમાં ઉભા હતા. વારાણસી પોલીસનો દાવો છે કે સવારે 6 વાગ્યા સુધીમાં 2 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આવી જ સ્થિતિ ઉજ્જૈનમાં મહાકાલની પણ છે. અહીં પણ સવારે 6 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભક્તોએ દર્શન કર્યા હતા.
ઉજ્જૈનના મહાકાલ મંદિરના દ્વાર એક કલાક વહેલા ખોલવામાં આવ્યા હતા આજે મળસ્કે 3 વાગ્યે મહાકાલ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ દરવાજા સવારે 4 વાગ્યે ખુલે છે. દરવાજા ખોલ્યા પછી સવારે 4 થી 5 વાગ્યા સુધી ભસ્મઆરતી થઈ હતી. જેમણે પાસ મેળવ્યા હતા તેઓએ ગર્ભગૃહ પાસેના ગણેશ મંડપમાં બેસી ભસ્મઆરતીનાં દર્શન કર્યા હતા. જ્યારે સામાન્ય ભક્તોએ પણ કાર્તિક મંડપમથી ભસ્મઆરતીના દર્શન કર્યા હતા. સવારે 6.30 વાગ્યા સુધી 35 હજાર ભક્તોએ મહાકાલના દર્શન કર્યા છે.
સવારે બાબા મહાકાલના સુંદર શૃંગાર કરવામાં આવ્યા . તેમને ગુલાબી રંગનો સાફો પહેરાવવામાં આવ્યો. સવારે બાબા મહાકાલના સુંદર શૃંગાર કરવામાં આવ્યા છે.
ભક્તો સતત 44 કલાક દર્શન કરી શકશે
મહાકાલમાં 19 ફેબ્રુઆરીની રાત સુધી ગર્ભગૃહના દરવાજા ખુલ્લા રહેશે. આ રીતે ભક્તો સતત 44 કલાક અહીં દર્શન કરી શકશે. મહા શિવરાત્રીના બીજા દિવસે એટલે કે 19 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે મહાકાલનો સાફો ઉતારવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી ભસ્મ આરતી થશે, જેનું આયોજન વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ મહાશિવરાત્રીનાં પર્વ પર ઉજ્જૈનમાં તમામ હોટલ બુક છે. જેથી અનેક ભક્તોએ શુક્રવારની રાત પાર્કિંગ, ફુટપાથ અને મંદિરની આસપાસ વિતાવી હતી.
ક્ષિપ્રા નદીના કિનારે અયોધ્યાનો રેકોર્ડ તોડવાની તૈયારી
મહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમ યોજાશે. તેમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 21 લાખ દીવાઓ પ્રગટાવવાના છે. આ માટે 52 હજાર લીટર તેલ, 25 લાખ રુની વાટો, 600 કિલો કપૂર અને 4000 માચીસના બોક્સનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં અયોધ્યામાં 15.76 લાખ દીવાઓ પ્રગટાવવાનો રેકોર્ડ છે. નોધપાત્ર બાબત એ છે કે સમગ્ર કાર્યક્રમ ઝીરો વેસ્ટ રહેશે. અહીં વારાણસીમાં ભારત દ્વારા આયોજિત G-20ની થીમ પર શિવજાનનું આયોજન કરવામાં આવનાર છે.
ઉજ્જૈનમાં શિવ જ્યોતી અર્પણમ કાર્યક્રમ માટે 21 લાખ દિવડા અને અન્ય સામગ્રી પહોચી ગઈ હતી.
ઉજ્જૈનમાં શિવ જ્યોતી અર્પણમ કાર્યક્રમ માટે 21 લાખ દિવડા અને અન્ય સામગ્રી પહોચી ગઈ હતી.મળતી માહિતી અનુસાર, કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોને કતારમાં ઊભા રહેવામાં સરેરાશ 30 થી 35 મિનિટનો સમય લાગી રહ્યો છે. સવારે 3.30 વાગ્યે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. વારાણસી પોલીસનો દાવો છે કે સવારે 6 વાગ્યા સુધી 2 લાખ શ્રદ્ધાળુઓએ વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા છે.
શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં સવારે 3.30 વાગે બાબાની શૃંગાર આરતી કરવામાં આવી હતી.
વિશ્વનાથ મંદિરમાં દર્શન માટે શુક્રવારે સાંજથી જ લોકો પહોંચી ગયા છે. મંદિરોના ચારેય ગેટની બહાર 3 થી 4 કિલોમીટર સુધી લાંબી લાઈન જોવા મળી . જો કે મંદિર મેનેજમેન્ટ તંત્રએ ભક્તોને ઝડપથી દર્શન કરાવવા માટેનું આયોજન કર્યું છે. જેથી ભીડને સંભાળી શકાય.
વારાણસીમાં શુક્રવારની રાત્રે ગંગા આરતી દરમિયાન લાખો શ્રદ્ધાળુંઓની ભીડ જામી હતી.ગંગા આરતી દરમિયાન મહાદેવની આરતી કરતા પુજારીએ કહ્યુ કે શુક્રવારથી જ અહીં ઉત્સવ જેવો માહોલ છે.




