Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratનરસિંહ મહેતા સરોવરના મહેમાન બનતાં સંખ્યાબંધ યાયાવર પક્ષીઓ

નરસિંહ મહેતા સરોવરના મહેમાન બનતાં સંખ્યાબંધ યાયાવર પક્ષીઓ

  • ‘પંછી નદિયાં પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઈન્હે રોકે’
  • સ્થાનિક તેમજ દેશનાં વિવિધ ભાગમાંથી ઉપરાંત વિદેશથી પણ પક્ષીઓ શિયાળો ગાળવા આવી પહોંચ્યા

જૂનાગઢમાં શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતા જ જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં વિવિધ પ્રકારના પક્ષીઓનું આગમન થયું છે. જેને લઇ પક્ષી પ્રેમીઓમાં પણ ઉત્સાહ છવાયો છે.
લોકોને બહારગામ તથા વિદેશ જવા ટિકિટ તથા પાસપોર્ટની ઉપરાંત મંજૂરીની જરૂર પડે છે પરંતુ એકમાત્ર પક્ષીઓને આ પ્રકારના નિયમ લાગુ પડતા ન હોવાથી બિન્દાસ પોતાના વાતાવરણ મુજબ રહેણાંક પસંદ કરે છે. ત્યારે દર વર્ષે શિયાળાના આગમન સાથે જ મોટી સંખ્યામાં ભારતીય ઉપરાંત વિદેશીપક્ષીઓ નરસિંહ મહેતા સરોવરમાં અનોખી અદાઓમાં તરતા જોવા મળે છે. તળાવમાં દેડકા માછલી તથા નાની જીવાત ઉપરાંત વનસ્પતિ સહિતનો પૂરતો ખોરાક ઉપરાંત અનુરૂપ વાતાવરણ મળતું હોવાથી શિયાળામાં તેનું રહેણાંક બદલી આવતા હોય છે. શહેર મધ્ય જ આવેલા નરસિંહ મહેતા સરોવરમાં પક્ષીઓના કલબલાટથી અનોખો માહોલ જોવા મળે છે, જે શહેરીજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security