Published By : Aarti Machhi
ગુજરાત,મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી વહેતી માં નર્મદાજીને લીલી ચૂંદળી ચઢાવવાનો નર્મદાના ઉપાસક દાદાગુરુના સંકલ્પની શરૂઆત નર્મદા જિલ્લાના કણજી ગામ ખાતેથી કરવામાં આવી છે. માજી રાજ્યસભાના સાંસદ ભારતસિહ પરમારની ઉપસ્થિતિમાં ગ્રામજનો અને આગેવાનોએ 1400 ઉપરાંત 1700 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.સાથે દાદાગુરુ પર્યાવરણની રક્ષા માટે આગળ આવી રહ્યા છે.જેથી કણજી ગામને માજી રાજ્યસભાના સાંસદે અભિનંદન પાઠવ્યા હતા.