સમેદ શિખરજી જૈન તીર્થને પ્રવાસન જાહેર કરાતાં સેલંબા ના જૈન સમાજમાં રોષ – નગરમાં મૌન રેલી યોજી હતી.ઝારખંડમાં આવેલાં સમેદ શિખરજી જૈન તીર્થને ત્યાંની સરકારે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરતાં દેશભરના જૈનબંધુઓમાં રોષની લાગણી ફેલાય છે. નર્મદા જિલ્લાના સેલંબામાં વસતાં જૈન બંધુઓએ બજારો બંધ રાખી વિશાળ રેલી યોજી ઝારખંડ સરકાર તેનો નિર્ણય પાછો લે તેવી માગ કરી હતી. વધૂ વિગતે જોતા ઝારખંડના ગિરિડીહ જિલ્લાના નાનાનાગપુર પઠારએ સમસ્ત જૈનસમાજમાં વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ તેમજ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. સમેદ શિખર તીર્થ તરીકે જાણીતું આ સ્થળ જૈન ધર્મના 20 તિર્થકરોની પાવન ભૂમિ છે. આ તીર્થ ક્ષેત્રમાં 24માંથી 20 તીર્થકરોએ તપસ્યા આ સ્થળે કરી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.એટલા માટે આ સ્થળ જૈન ધર્મ માટે પવિત્ર ગણાય છે. સેલંબાના જૈન મંદિર ખાતેથી જૈન સમાજના લોકોએ મૌન રેલી યોજી હતી. તેમણે સાગબારા મામલતદાર કચેરી ખાતે જઇને આવેદનપત્ર આપી ઝારખંડ સરકાર તેનો નિર્ણય પાછો લે તેવી માગ કરી હતી. તે સાથે પાલિતાણાની ઘટના સામે પણ વિરોધ નોંધાવ્યો…
ગુજરાતનાપાલિતાણામાં જૈન મંદિરોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જૈન સમાજના સંતોતેમજ પ્રતિમાઓ અને પાદુકાઓને ખંડિત કરી દેવામાં આવી છે. આ ઘટનાનો પણ સેલંબાના જૈન સમાજે વિરોધ નોંધાવ્યો હતો. જૈન સમાજની પવિત્ર ભૂમિ પાલિતાણામાં બનેલી ઘટના બાદ દેશભરના જૈન સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના જૈન શ્રેષ્ઠીઓ પણ કાર્યવાહીની માગ કરી રહયાં છે.