Home BOLLYWOOD ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2022નું આયોજન…

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2022નું આયોજન…

0

ઓટીટી એવોર્ડ શોમાં અભિષેક બચ્ચનથી લઈને રવિના ટંડન અને દિયા મિર્ઝા સુધીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જ્યાં સર્વશ્રેષ્ઠ અભિનેતા અભિષેક બચ્ચનની પસંદગી કરવામાં આવી હતી, વેબ સિરીઝ ‘રોકેટ બોયઝ’ને ઘણા એવોર્ડ મળ્યા હતા.


છેલ્લા કેટલાક વર્ષોમાં, OTT મનોરંજનનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. OTT પર શાનદાર વેબ સિરીઝ ઉપરાંત ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે. હવે મોટા સ્ટાર્સ માત્ર OTT માટે જ ફિલ્મો અને સિરીઝનો ભાગ બની રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પોતાના કામની અદભૂત છાપ છોડનારાઓને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મફેર ઓટીટી એવોર્ડ શોમાં ભાગ લેવા માટે ઘણી હસ્તીઓ પહોંચી હતી.જેમાં રવિના ટંડન, દિયા મિર્ઝા, જેકી શ્રોફ, ઝરીન ખાન, રશ્મિ દેસાઈ, નીના કુલકર્ણી, નવાઝુદ્દીન સિદ્દીકી, નેહા ધૂપિયા, ભૂમિ પેડનેકર, ગૌહર ખાન, અનિલ કપૂર, અભિષેક બચ્ચન અને જાવેદ જાફરી જેવા કલાકારોએ ભાગ લીધો હતો.


અભિષેક બચ્ચનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો
આ વર્ષે અભિષેક બચ્ચન OTT પ્લેટફોર્મ પર ડંકો વગાડ઼્યો છે. અભિષેક બચ્ચનને ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2022માં ડ્રામા ફિલ્મ ‘દસવી’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં અભિષેક બચ્ચને આઠમું પાસ મુખ્યમંત્રી ગંગારામ ચૌધરીની ભૂમિકા ભજવી હતી. જેમને કૌભાંડના કારણે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ફિલ્મ ‘દસવી’ને ઓટીટીની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.


પંચાયત સિઝન 2 નો ડંકો વાગ્યો
ફિલ્મફેર ઓટીટીની સૌથી લોકપ્રિય સિરીઝઓમાંની એક, પંચાયત સીઝન 2 ને પણ ઘણા પુરસ્કારો મળ્યા. નીના ગુપ્તા, જિતેન્દ્ર કુમાર અને રઘુવીર યાદવને પંચાયત સીઝન 2 માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમાં નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ ફીમેલ એક્ટરનો એવોર્ડ મળ્યો છે જ્યારે રઘુવીર યાદવને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિરીઝ માટે જિતેન્દ્ર કુમારને બેસ્ટ એક્ટર ક્રિટિક્સ મેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.


‘રોકેટ બોયઝ’ શ્રેષ્ઠ OTT સિરીઝ બની
સોની લિવની ‘રોકેટ બોયઝ’ને શ્રેષ્ઠ OTT સિરીઝનો એવોર્ડ મળ્યો. આ સિરીઝે કુલ 6 એવોર્ડ જીત્યા હતા. જેમાં બેસ્ટ ઓરીજીનલ, સ્ક્રીનપ્લે સીરીઝ, બેસ્ટ કોસ્ચ્યુમ ડીઝાઈન સીરીઝ, બેસ્ટ પ્રોડક્શન ડીઝાઈન, બેસ્ટ સિનેમેટોગ્રાફર અને બેસ્ટ VFX નો એવોર્ડ સામેલ છે.અનિલ કપૂરને ફિલ્મ થાર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા વેબ ઓરિજિનલ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version