Home NARMADA નર્મદા જિલ્લામાં BTP ની રીક્ષા ઉપર આપનું ઝાડુ ફરી વળ્યું, પ્રદેશ અધ્યક્ષ...

નર્મદા જિલ્લામાં BTP ની રીક્ષા ઉપર આપનું ઝાડુ ફરી વળ્યું, પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવાએ કેજરીવાલના હસ્તે આપનો ખેસ પહેર્યો

0
  • ડેડીયાપાડાના 500 આગેવાનો સાથે આપમાં જોડાયા
  • BTP વિધાનસભાની ચૂંટણીમાં કોની સાથે ગઠબંધન કરે છે અને તોડે છે તે જાહેર નહિ કરતી હોવાથી લીધેલો નિર્ણય
  • આગેવાનોએ અણગમા સાથે રાજીનામાં ધરી દીધા

નર્મદા જિલ્લા BTP માં સામી વિધાનસભા ચૂંટણી ટાણે જ રાજકીય ભૂકંપ સર્જાયો છે. બિટીપી હાઈકમાન્ડ કોઈ નિર્ણયો નહિ લેતી હોવાના અણગમા સાથે પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવા સહિત 500 આગેવાનોએ ધરાર રાજીનામાં ધરી કેજરીવાલના હસ્તે ખેસ પહેરી આપનો સાથ ઝાલી લીધો છે.

આદિવાસી નર્મદા જિલ્લો પેહલેથી જ ભીલીસ્તાન ટ્રાયબ પાર્ટીનો અડીખમ ગઢ રહ્યો છે. જોકે હવે નર્મદા જિલ્લામાં પણ BTP ના કાંગરા ખરવાના શરૂ થઈ જીસ છે.નર્મદા જિલ્લામાં BTPને જીવંત રાખનાર ચેતર વસાવાએ રાજીનામુ આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બીટીપીના કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવા એ રાજીનામુ આપી દીધું છે.

વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકીય માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે ત્યાં જ તડજોડ હવે પરાકાષ્ઠાએ પોહચી રહ્યું છે. બીટીપીના 3 હોદ્દેદારો સહિત 500 લોકો એ રાજીનામાં આપતા ખળભળાટ મચી ગયો છે.ડેડીયાપાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ડેડીયાપાડા બીટીપીના તાલુકા પ્રમુખ અને આઈટી સેલના પ્રમુખએ પણ નારાજગીનામું આપી દીધું છે. રાજીનામુ આપતા ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે કે, BTP હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વચ્ચે કોઈ નિર્ણય લેવાઈ રહ્યા નથી. કોની સાથે ગઠબંધન થાય છે કે, કોની સાથે તૂટી ગયું છે. કોઈ નિર્ણય ઘરમાંથી લઈ રહ્યા નથી. અમે અનેક મુંઝવણો વેઠી રહ્યાં છે. અમારા સ્થાનિક પ્રશ્નો માટે મળવા જતા હતા પણ ડેડીયાપાડા MLA મહેશ વસાવા સમય ન આપતા હતા. ત્રણ કલાક સુધી બહાર બેસાડી રાખતા હતા જેવા પણ આક્ષેપો કરાયા છે.

ચેતર વસાવા આજે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં પોતાની માંગણીઓ મુકતા તમામ સ્વીકારી લેવામાં આવતા આપનો કેજરીવાલના હસ્તે ખેસ પહેરી BTP ના ચૈતર વસાવા તેમના 500 આગેવાનો સાથે જોડાઈ ગયા છે. હવે વિધાનસભાની નર્મદા જિલ્લાની ડેડીયાપાડા તેમજ નાંદોદ બેઠક ઉપર પણ આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બિટીપી સાથે આપનો ચતુષકોનીય જંગ જામી શકે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version