Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratનર્મદા જિલ્લામા રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ

નર્મદા જિલ્લામા રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એસઆરપી ગ્રુપ-૧૮ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ

ભારત સરકાર અને ગુજરાત સરકારની રમત-ગમત, ખેલકૂદ ક્ષેત્રને પ્રોત્સાહન પૂરું પાડવાની ખાસ પહેલ રહી છે. તેમાં પણ ભારતીય રમતોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. તે પૈકીની એક એટલે તીરંદાજીની રમત. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જોવાની જવાબદારીઓનું વહન કરતા પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફિટનેસ સાથે ટીમ સ્પિરિટની ભાવના ઉદભવે તેવા શુભ આશય સાથે યોજાયેલી ડી.જી.પી. કપ ૨૦૨૨-૨૩ અંતર્ગત રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ રેન્જ તેમજ રાજ્ય અનામત પોલીસ દળની ટીમના ૧૬ તિરંદાજોએ ભાગ લીધો હતો.

રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંચ સુંબે, એસઆરપી ગ્રુપ-18 (કેવડિયા)ના સેનાપતિ એન્ડ્રુ મેકવાન, એકલવ્ય આર્ચરી એકેડેમી-નસવાડીના ફાઉન્ડર તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આર્ચરી હેડ કોચ દિનેશભાઈ ભીલ, એકતાનગરના નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દૂધાત, નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.પટેલ, પોલીસ-એસઆરપીના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!