Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchનલ સે જળ તો દૂર અહીં તો 2 મહિનાથી ટેન્કર પણ આવતું...

નલ સે જળ તો દૂર અહીં તો 2 મહિનાથી ટેન્કર પણ આવતું નથી, 125 કુંટુંબોને પાણી માટે 5 કિમી જવું પડતું દૂર…

Published by : Rana Kajal

  • વાગરાના કચ્છીપુરા ગામે 105 વર્ષથી વસવાટ કરતા માલધારીઓએ ભરૂચ કલેકટરમાં રજૂ કરી દાસ્તા
  • ઊંટ, ભેંસો અને ગાયો રાખી પશુપાલન પર નિર્ભર પ્રજાને પાણી માટે ચાંચવેલ અને મુલેર જઈ પૈસાથી ખરીદવું પડતું પાણી
  • 25 થી વધુ ઉંટો મૃત્યુ પામ્યાંની ઘટનામાં વળતર અને પાણી નહિ મળે તો માલધારીઓ પશુઓ સાથે કલેક્ટરાલયમાં નાખશે પડાવ

નલ સે જલ હજી ભરૂચ તાલુકાના દરિયા કિનારે વસેલા વાગરા તાલુકાના ચાંચવેલ નજીકના કચ્છીપુરા ગામે 105 વર્ષથી રહેતા જટ માલધારીઓનાં 125 કુટુંબોના કબીલા સુધી પોહચ્યા નથી.

વાગરાના ચાંચવેલ ગામ નજીક આવેલા કચ્છીપુરા ગામે 105 વર્ષથી માલધારી 125 કુટુંબો રહે છે. જેઓ ઊંટ, ભેંસ અને ગાયો પાળી પશુપાલન અને દુધના વ્યવસાય થકી તેઓનું જીવનનિર્વાહ ગુજારે છે.

ગામને ટેન્કરો મારફતે પીવાનું પાણી અપાતું આવતું હોવાનું માલધારી કુટુંબો કહી રહ્યાં છે. જોકે ઉનાળાની આકરી ગરમીમાં 2 મહિનાથી ટેન્કરો પણ બંધ હોય તેઓ 5 કિલોમીટર ચાંચવેલ અને મુલેર ગામેથી વેચાતું પાણી લઈ રહ્યાં છે.

દર ચૂંટણીમાં તેઓને પાણીના પ્રશ્ન હલ કરવાની બાંહેધરી અપાઈ છે. અને ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી પાણી માટે પળોજણ જારી જ રહે છે.

આજે સોમવારે આ માલધારી કુટુંબો કલેકટર કચરીએ ભેગા થયા હતા. ઓ.એન.જી.સી. ની પાઇપ લીકેજ હોવાના કારણે તેના પાણીમાં તેઓના 25 થી વધુ ઊંટના મૃત્યુ થયા છે અને અન્ય કેટલાક બીમાર છે.

આ કબીલાએ તેઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અને મૃત પામેલા પશુધનનું વળતર આપવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. જો પાણી અને પશુ મોતના વળતરનો મુદ્દો નહિ ઉકેલાય તો તેઓએ પશુધન સાથે કલેકટર કચેરીમાં પડાવ નાખવાની ફરજ પડશે તેવી કેફિયત વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security