Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratનશીલા દ્રવ્યો ઝડપાવાનો સિલસિલો યથાવત... કારમાંથી 5.387 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે વડોદરાનો...

નશીલા દ્રવ્યો ઝડપાવાનો સિલસિલો યથાવત… કારમાંથી 5.387 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે વડોદરાનો કોન્ટ્રાક્ટર ઝડપાયો…

હાલમાં થોડા થોડા સમયના અંતરે નશીલા દ્રવ્યો ઝડપાઈ રહ્યા છે હાલમા આણંદ પાસેના નેશનલ હાઈવે નંબર 8 સ્થિત વાસદ ગામ પાસેથી પોલીસે બાતમીના આધારે 5.387 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે વડોદરાના શખસને લક્ઝુરીયસ કારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 21.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતોવડોદરાના સમા સાવલી રોડ સ્થિત ક્રિશ્ના વેલી ફ્લેટમાં અશ્વિન ઉર્ફે જલો નટુ ઠક્કર રહે છે. તે માર્ગ બનાવવાની કામગીરીના કોન્ટ્રાક્ટ લે છે. જોકે, છેલ્લાં કેટલાંય સમયથી તે ડ્રગ્સનો બંધાણી થઈ ગયો હતો. દરમિયાન, અમદાવાદથી વડોદરા કારમાં ડ્રગ્સ સાથે ઍક વ્યક્તિ પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી આણંદ એસઓજીને મળી હતી. જેના પગલે પોલીસે વાસદ પાસે વોચ ગોઠવી શખસને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ઝડપ્યો ત્યારે તેના જીન્સ પેન્ટના પાછળના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની જીપ લોકમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસ તપાસમાં તે 5.387ની કિંમતનું 5387 ગ્રામ ડ્રગ્સ હતું. પોલીસે તેની પાસેની રોકડ રકમ, ડ્રગ્સ, લક્ઝુરીયસ કાર મળી કુલ રૂપિયા 21.56 લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે પોલીસને એક મોબાઈલ નંબર આપ્યો છે, જે મહેસાણાના નંદાસણ ગામે રહેતા વ્યક્તિનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, વડોદરાના અશ્વિને તેની પાસેથી રૂપિયા 9 હજારમાં ડ્રગ્સ લીધું હતું હાલમાં પોલીસે તેની ધરપકડ કરી છે હવે રવિવારે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે આ વ્યક્તિ તમાકુની પડીકીઓમાં ડ્રગ્સ ભેળવીને ખાતો હતો

શખસની પ્રાથમિક પૂછપરછ કરતાં તેને અગાઉ દારૂનું વ્યસન હતું એમ કબુલ્યું હતું. એ પછી તે છેલ્લાં એક વર્ષથી ડ્રગ્સનો બંધાણી થઈ ગયો હતો. સામાન્ય રીત તે મહેસાણા-અમદાવાદથી ડ્રગ્સ લાવતો હતો. અને તેને તમાકુની પડીકીઓમાં ભેળવીને ખાતે હતો. જેનાથી તેનો નશો બેથી ત્રણ કલાક કે તે કરતાં વધુ સમય માટે રહેતો હતો.
હાલમાંજ છ માસમાં આણંદ જિલ્લામાં ચોથો કેસ નોંધાયો હતો

એમડી ડ્રગ્સ ઝડપાવવાનો ચોથો બનાવ નોંધાયો છે. ગત પહેલી જૂનના રોજ પ્રથમ વખત આણંદ જિલ્લામાંથી પેટલાદના ત્રણ શખસ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. એ પછી સોજિત્રા પાસે પીપળાવ મંદિરે દર્શન કરવા આવેલા રાજકોટના ત્રણ શખસ 19 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયા હતા. ત્યારબાદ આણંદ શહેરના શાસ્ત્રી બાગ પાસેથી આણંદના એક યુવકને 885 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security