Published By:-Bhavika Sasiya
- તાજેતરમાં કચ્છના દરિયાકાંઠે વાવાઝોડુ બિપરજોય ટકરાયું હતું. વાવાઝોડાની અસર કચ્છ ઉપરાંત દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના જિલ્લઓમાં થઈ હતી.
- તેમજ અસર ગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા.
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા ગાંઠીયા સહિત ખાદ્યચીજો વાળા ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા. આ પેકેટ પર તેમના નામ અને ફોટો પણ જણાયા હતા, જે સોશ્યલ મીડિયા પર ભારે વાયરલ થયા છે અનેક લોકોએ આ બાબતે તેમની ટીકા કરી છે. તો સામે અમુક લોકો તેમના સમર્થનમાં ઉતર્યા છે. કેટલાક એમ પણ જણાવી રહ્યા છે કે રિવાબા 2024 લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે.