Home News Update Nation Update બિપરજોય વાવાઝોડા અંગે પ્રશાસનનો દાવો અલગ અને વાસ્તવિક હકીકત અલગ… પ્રશાસન જણાવે...

બિપરજોય વાવાઝોડા અંગે પ્રશાસનનો દાવો અલગ અને વાસ્તવિક હકીકત અલગ… પ્રશાસન જણાવે છે કે શૂન્ય મૃત્યુ આંક જ્યારે વાસ્તવિક નવના મોત નીપજ્યા…

0

Published by: Rana kajal

બિપરજોય વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ ગયું છે ત્યારે ગુજરાત સરકાર એટલેકે પ્રશાસનના જણાવ્યાં મુજબ કોઇ માનવીનુ મોત વાવાઝોડાના કારણે થયુ નથી. જ્યારે વાસ્તવિક હકીકત એ છે કે વાવાઝોડાના પગલે 9 વ્યક્તિના મોત નીપજ્યા હોવાનુ જણાયું છે. જેમ કે તા 15 જૂનના રોજ ભાવનગરમાં તણાઈ જતા બે ના મોત નીપજ્યા હતા…જ્યારે કડીમાં દીવાલ પડી જતા ઍક શ્રમજીવીનુ મોત નિપજ્યું હતું.. તેમજ કલમસરમાં વીજવાયર પડતા ઍક મહિલાનુ મોત નિપજ્યું હતું…તા 16 જૂન ના રોજ વડોદરામાં દીવાલ પડતા મહિલાનુ મોત નિપજ્યું હતુ… સુરતમાં છજજુ પડતા ઍક શ્રમજીવીનુ મોત નિપજ્યું હતું… પાલનપુરના છાપીમાં દીવાલ પડતા વૃધ્ધાનુ મોત થયું હતું અને માળિયા પાસે હોટેલની પતરાની છત તૂટી પડતા મહિલાનુ મોત થયું હતું…આમ કોરોના મહામારીની જેમજ વવાઝોડામાં પણ મોતનો વાસ્તવિક આંકડો પ્રશાસન છૂપાવી રહ્યું છે તેવી લોકચર્ચા ચાલી રહી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version