Home News Update Nation Update નીરજ ચોપરાનો ભાલો ગુમ થતા ચકચાર…

નીરજ ચોપરાનો ભાલો ગુમ થતા ચકચાર…

0

Published By:-Bhavika Sasiya

વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાના સ્ટેચ્યુ પરથી જેવેલિન ગુમ થતા ચકચાર મચી ગઈ છે…
મેરઠમાં વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાના સ્ટેચ્યુ પરથી ભાલો ગાયબ થઈ ગયો છે. આ મામલે પોલીસથી લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે. જૉકે MDA એ નકારી કાઢ્યું છે કે ભાલો ગાયબ છે. મેરઠ જિલ્લાના હાપુડ અડ્ડા ચોક પર વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પહેલા આ પ્રતિમાના હાથમાં મોટો ભાલો હતો. તે ફાઇબરનો બનેલો હતો . આ ભાલો ગત મંગળવારે ગુમ થયો હતો. તેની જગ્યાએ લાકડાની લાકડી મૂકવામાં આવી હતી. આ અંગે શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે. મહત્વની વાત એ છે કે પ્રતિમા એવી જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં હંમેશા ચુસ્ત બંદોબસ્ત હોય છે. જૉકે આ મામલે અધિકારીઓએ મૌન સેવી લીધું છે.અત્રે નોંધવું રહ્યું કે અતિ મહત્વની પ્રતિમા અને સ્ટેચ્યુની સિક્યુરિટી પણ પોલીસ તંત્રની હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે આવી પ્રતિમાઓ અને સ્ટેચ્યુ દેશના ગૌરવ માટે અતિ મહત્વના હોય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version