વડાપ્રધાન શેર બહાદુર દેઉબા નેપાળ સામાન્ય ચૂંટણીમાં સતત 7મી વખત દાડેલધુરા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. 20 નવેમ્બરે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ પછી 21 નવેમ્બરે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. અત્યાર સુધીની મતગણતરી મુજબ દેઉબાની પાર્ટી નેપાળી કોંગ્રેસ આગળ છે. નેપાળી કોંગ્રેસે સંસદમાં 70 બેઠકો જીતી છે. આ સાથે જ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી 40 સીટો મેળવવામાં સફળ રહી છે.
નેપાળની સંસદની કુલ 275 બેઠકો અને પ્રાંતીય એસેમ્બલીની 550 બેઠકો માટે મતદાન થયું હતું. શના 1 કરોડ 80 લાખથી વધુ મતદારો તેમની સરકારને ચૂંટશે. તેના પરિણામો એક સપ્તાહમાં આવશે. વડાપ્રધાન શેર બહાદુર દેઉબાનું કહેવું છે કે ઉશ્કેરણી અને વાંકયુદ્ધને બદલે તેઓ ભારત સાથેના વિવાદને કૂટનીતિ અને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.




