Home Ahmedabad નોટાથી ભાજપ બન્યો નર્વસ…. નર્વસ 90નો ભોગ બન્યો…

નોટાથી ભાજપ બન્યો નર્વસ…. નર્વસ 90નો ભોગ બન્યો…

0

અમદાવાદ

ભાજપને નોટા મતદાનથી ખુબ રાજકીય ડર લાગતો હોવાનુ ચર્ચાઈ રહ્યું છે જેમકે વર્ષ 2017ની ચૂંટણીમાં NOTAએ 31 સીટના પરિણામો બદલ્યા હતા. આ નોંધપાત્ર બાબત કહી શકાય.17 સીટ પર ભાજપના જીતના માર્જિન કરતા નોટાના મત વધુ જણાયા હતા સ્વાભાવીક રીતે આ બાબત ભાજપ માટે ચિંતા જનક છે

વર્ષ 2017ની ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં નોટા (NOTA)ના મતોના કારણે 31 બેઠકોના પરિણામો પલટાઈ ગયા હતા. જેની અસર સમગ્ર પરિણામો પર જોવા મળી હતી. નોટાને કારણે ઘણાં ઉમેદવારોની જીત હારમાં બદલી ગઈ હતી. જો નોટામાં પડેલા મત હારેલા ઉમેદવારને મળ્યા હોત તો તેનું પરિણામ બદલાઈ જીતમાં ફેરવાઇ ગયું હોત. જ્યારે આ જ મત જીતેલા ઉમેદવારને મળ્યા હોત તો તેની સરસાઇમાં વધારો નોંધાયો હોત. પરંતુ મતદારોએ નોટામાં પોતાનો મત નાંખીને પોતાના મતવિસ્તારમાં ઊભેલા ઉમેદવારો પ્રત્યે નાપસંદગી વ્યક્ત કરી હતી. જેની અસર પરિણામ પર પડી હતી. આ મતના કારણે 31 બેઠકો એવી હતી કે, જીતેલા ઉમેદવારે હરીફ ઉમેદવાર પર મેળવેલી મતોની સરસાઇ કરતાં નોટાના મતો વધારે હતા. ગત સમગ્ર ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં 5 લાખથી વધુ મતો નોટામાં પડયા હતા. જે કુલ મતદાનના 1.83 ટકા હતા.

જો માત્ર નોટાની જ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં 31 બેઠકોના પરિણામ પલ્ટાઈ ગયા હતા. જેમાંથી કોંગ્રેસના 12 ઉમેદવારોની જીત નોટાને કારણે સરળ બની હતી. જો નોટાના મત ભાજપના ઉમેદવારોને મળ્યા હોત તો આ 12 સીટ ભાજપને ફાળે ગઈ હોત. બીજી તરફ ભાજપના 17 ઉમેદવાર નોટાના જોરે જીતી ગયા હતા. આમ કોંગ્રેસે 12 સીટ ગુમાવી હોત તો 17 સીટ મળી હોત, જેને કારણે 77ને બદલે 82 સીટ જીતવામાં સફળ રહ્યા હોત. આ 82 સીટમાં 3 અપક્ષ, 1 NCP અને 2 BTPની સીટ મળીને કુલ 88 સીટ થઈ જ્યારે ભાજપે 94 સીટથી સંતોષ માનવો પડ્યો હોત. આમ કોંગ્રેસ સત્તામાં આવતા આવતા રહી ગઈ એમ કહી શકાય. જેનું મૂળ કારણ નોટા મત હોવાનુ જાણવા મળેલ છે

નોટા વોટ અંગે વધુ જોતાં સુપ્રીમ કોર્ટના આદેશથી નોટાનો ઉમેરો થયો હતો. દેશમાં પહેલા બેલેટ પેપરથી મતદાન થતું હતું. મતો નાંખવા માટે મતપેટી મતદાન મથકમાં રાખવામાં આવતી હતી. મતદારો મત આપીને બેલેટ પેપર મત પેટીમાં નાખતા હતા. આ મતપેટીઓમાં કેટલાક મતદારો બેલેટ પેપર સાથે સમસ્યાઓ વર્ણવતી ચિઠ્ઠીઓ નાખતા હતા. પરંતુ સમયાંતરે આ સિસ્ટમમાં બદલાવ આવ્યો અને EVM મારફતે વોટિંગ શરૂ કરવામાં આવ્યું હતુ. પરંતુ મતદારને પોતાના મતવિસ્તારમાં ઊભેલા ઉમેદવારો પૈકી એકપણ ઉમેદવાર પસંદ ન હોય ત્યારે તેઓ NOTA એટલે કે ( None of the above)નો ઉપયોગ કરી શકે તે માટે સુપ્રીમ કોર્ટના હુકમથી NOTAનું બટન બેલેટ યુનિટમાં( બી.યુ. )માં ઉમેરવામાં આવ્યું હતું. આ નોટાનું બટન દબાવવાથી કોઈ ઉમેદવારને મત મળતો નથી. પરંતુ જે તે મતવિસ્તારની ચૂંટણીની મતગણતરીમાં તેને ગણવામાં આવે છે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 3,00,15,920 મતદારોએ મતદાન કર્યું હતુ. તેમાંથી 2,97,80,698 મતદારોએ EVM મારફતે મતદાન કર્યું હતું. જ્યારે 2,35,222 મતદારોએ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કર્યું હતુ. કુલ મતદારો પૈકી 5,51,594 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. જેમાંથી EVM મારફતે 5,48,332 મતદારોએ નોટાનું બટન દબાવીને મત આપ્યા હતા. તો પોસ્ટલ બેલેટ મારફતે 3262 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો કુલ મતદારો પૈકી 1.83 ટકા લોકોએ નોટાનું બટન દબાવ્યું હતુ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version