Home International અમેરિકા પાક.ના પરમાણુ ભંડારની સુરક્ષા ઈચ્છે છે જૉકે 12 આતંકી સંગઠનોથી ખતરો…

અમેરિકા પાક.ના પરમાણુ ભંડારની સુરક્ષા ઈચ્છે છે જૉકે 12 આતંકી સંગઠનોથી ખતરો…

0

ન્યુયોર્ક

હાલમાં પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા અને અફઘાનમાં તાલિબાની સરકાર વચ્ચે ખુબ કટોકટી ભરેલ પરિસ્થિતી સર્જાઇ છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પરમાણુના ભંડારને લીધે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. બાઈડેને ચિંતા વ્યક્ત કરી કે પાક.માં અસ્થિર રાજકીય સ્થિતિ અને આતંકી સંગઠનોને લીધે પરમાણુ ભંડાર ખોટા હાથોમાં જઈ શકે છે.. વર્ષ 2016માં ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે અમેરિકાએ પાક.ના તત્કાલીન પીએમ નવાઝ શરીફ પર પાકિસ્તાનના 9 એટમી હાઈડઆઉટ પર પોતાનો પહેરો લગાવવા દબાણ કર્યું હતુ. અમેરિકાની કોંગ્રેસ રિસર્ચ સર્વિસના રિપોર્ટ મુજબ પાક.માં લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને હરકત-ઉલ-જેહાદ જેવા 12 આતંકી સંગઠનો સક્રિય છે સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ(એસએટીપી)ના એક મહત્વના રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં 45 આતંકી સંગઠનો છે. ગત વર્ષે અમેરિકી સૈન્યના અફઘાનમાંથી હટી જવા અને હવે ત્યાં તાલિબાન સરકારના કબજાને લીધે હવે અમેરિકાની ચિંતા વધી ગઇ છે. અમેરિકા માને છે કે પાક.ના પરમાણુ ભંડાર પર તેના સૈનિકોની સંયુક્ત તહેનાતીથી ખતરાને ટાળી શકાય છે.

માત્ર આ કારણે પણ અમેરિકાનો પાક. પ્રત્યે પ્રેમ વધી રહ્યો છે જેના કારણે અમેરિકાએ પાક.ને એફ-16 ફાઈટર જેટ્સના સમારકામના નામે તાજેતરમાં 3500 કરોડ રૂ.નું ફંડ ઈશ્યૂ કર્યું છે.પાક.ને FTFના ગ્રે લિસ્ટથી બહાર કાઢવા માટે અમેરિકાએ પોતાના વિટોનો ઉપયોગ કરવાનો સંકેત આપ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version