એક્ટ્રેસ નોરાનું નામ થોડા સમય પહેલાં 200 કરોડ ખંડણી કેસમાં પણ સામે આવ્યું હતું. આ બાદ નોરાની પુછપરછ પણ કરવામાં આવી હતી. તો ફરી એકવાર નોરા ચર્ચામાં આવી છે. નોરા આમ તો તો શાનદાર ડાન્સ માટે જાણીતી છે, હાલમાં જ નોરાએ કતરમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ દરમિયાન શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું, પરંતુ આ દરમિયાન એક્ટ્રેસે એક ભૂલ કરી દીધી હતી.
આ કાર્યક્રમ દરમિયાન સૌના દિલ જીતીને નોરાએ હાથમાં ત્રિરંગો લઈને જય હિંદના નારા લગાવ્યા હતા. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટમાં આવું કરીને નોરાએ ભારતીયોને ગૌરવ અપાવ્યું હતું, પરંતુ ઉત્સાહમાં આવીને નોરાએ ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
પબ્લિકને ‘જય હિન્દ’ના નારા લગાવવાનું કહ્યું હતું
આ ઘટનાના ઘણાં વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. નોરાએ આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા ગીતો પર ડાન્સ કર્યો હતો. હવે આ સમયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નોરા હાથમાં ત્રિરંગો લઈને જય હિંદના નારા લગાવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા દર્શકોને કહે છે, ભારત ચોક્કસપણે ફિફા વર્લ્ડ કપનો ભાગ નથી, પરંતુ ભારતીયોમાં ઉત્સાહની કમી નથી.’ તો આ વચ્ચે જ એક્ટ્રેસ ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવવા લાગી હતી.
કેનેડાથી આવી ત્યારે 5000 રૂપિયા હતા
નોરાનું કહેવું છે કે જ્યારે તે કેનેડાથી ઇન્ડિયા આવી હતી, ત્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા હતા. તેણે એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો. નોરાએ કહ્યું હતું, ‘માત્ર 5000 રૂપિયા લઈને ઇન્ડિયા આવી હતી. જોકે, હું જે એજન્સીમાં કામ કરતી હતી, ત્યારથી દરેક અઠવાડિયે મને 3000 રૂપિયા મળતા હતા. આ રકમમાં ડેલી રૂટિન મેનેજ કરવું ઘણું મુશ્કેલ હતું પણ મેં બધું સ્માર્ટલી મેનેજ કર્યું, જેથી અઠવાડિયાના અંતમાં પૈસા પૂરા ન થઇ જાય.’




