Published by : Vanshika Gor
ફિલ્મ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને જ્યારે પહેલીવાર મુંબઈમાં રેસ્ટોરન્ટની બહાર સાથે જોવા મળ્યા ત્યારે તેઓ રિલેશનમાં છે તેવી અટકળો શરુ થઈ ગઈ હતી. બંને પહેલા ડિનર અને પછી લંચ માટે સાથે જોવા મળ્યા હતા. જ્યારે તસવીરો સામે આવી તો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. તે સમયે બધા જ ફેન્સ બંનેની ડેટિંગ વિશે વાત કરી રહ્યા હતા.
પછી એરપોર્ટ પર આ રિલેશનના સવાલ પર પરિણીતી ચોપરાની સ્માઈલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજીવ અરોરાના અભિનંદન આપવા તેમની લવ સ્ટોરીના સમાચારને વધુ મજબૂત બનાવ્યા હતા. આ દરમિયાન પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પણ દિલ્હીમાં સાથે જોવા મળ્યા હતા. અફવાઓ, સમાચારો અને ઘણી વખત સાથે જોવા મળ્યા પછી પણ બંને સ્ટાર્સે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી.
આ દરમિયાન હવે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈના સમાચારની સતત ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંનેની સગાઈ આ અઠવાડિયે જ થઈ શકે છે. પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેની સગાઈ 10 એપ્રિલે દિલ્હીમાં થશે. આ વિશે ઓફિશિયલ માહિતી હજુ સુધી સામે આવી નથી.સગાઈના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરા ગઈ કાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે તે લંડન જઈ રહી છું.