Published by : Rana Kajal
- આયાત 180 અબજ ડોલર
- ટ્રેડ સરપ્લસ 261 અબજ ડોલર
ચાલુ વર્ષ ૨૦૨૨ના પ્રથમ નવ મહિના એટલે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં રશિયાની નિકાસ 25 ટકા વધીને 431 અબજ ડોલર રહી છે તેમ એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. યુક્રેન યુધ્ધના દિવસોમાં આ આર્થિક પરિસ્થિતિ સર્જાતા આશ્ચર્ય થઈ રહ્યું છે.રશિયાની ફેડરલ કસ્ટમ્સ સર્વિસના ફર્સ્ટ ડેપ્યુટી હેડ રસલેન દેવીડોવે જણાવ્યુ હતુ કે આ જ સમયગાળામાં આયાત 15.7 ટકા ઘટીને 180 અબજ ડોલર રહી છે આ સમયગાળામાં જ 261 અબજ ડોલર ટ્રેડ સરપ્લસ નોંધવામાં આવ્યુ છે કારણ કે આયાત કરતા નિકાસનું પ્રમાણ વધારે છે. જો નિકાસ કરતા આયાત વધારે હોય તો વેપાર ખાધ થાય છે. જેમ કે ટ્રેડ સરપ્લસની રકમ 2021ના પ્રથમ 9 મહિના કરતા બમણી છે. 2022ના પ્રથમ ત્રણ કવાર્ટરમાં રશિયાના વિદેશ વેપારનું ટર્નઓવર 611 અબજ ડોલર રહ્યુ છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 9.6 ટકા વધારે છે.