Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalપાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ…. PM મોદીના અમેરિકા પ્રવાસથી ભડક્યું પાકિસ્તાન….

પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ…. PM મોદીના અમેરિકા પ્રવાસથી ભડક્યું પાકિસ્તાન….

Published by: Rana kajal

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જઈ રહ્યા છે તેથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે જૉકે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં રહેલી હવે કડવાશ કોઈનાથી છુપાયેલી નથી. હાલમાં પાડોશી દેશ ચારે બાજુ મુસીબતોથી ઘેરાયેલો છે.
એક તરફ આર્થિક કટોકટીએ દેશની કમર તોડી નાખી છે તો બીજી તરફ આંતરિક રાજકીય સંકટ માથાનો દુખાવો બની ગયો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર નિવેદન આપ્યું છે.

પાકિસ્તાનના ગૃહપ્રધાન ખ્વાજા આસિફનું કહેવું છે કે, પાકિસ્તાનને અમેરિકા સાથે ભારતના મજબૂત સંબંધોથી કોઈ સમસ્યા નથી જો તેમના દેશના હિતોને અવરોધ ન આવે. રક્ષામંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે, આ દરમિયાન તેમને અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં આસિફે કહ્યું હતું કે ભારત સાથે અમેરિકાના મજબૂત સંબંધોથી અમને કોઈ સમસ્યા નથી. જો કે તેની પાકિસ્તાન પર કોઈ નકારાત્મક અસર ન પડે.

તેમણે એમ પણ જણાવ્યું કે પાકિસ્તાન પોતાના પડોશીઓ અને ક્ષેત્રીય ભાગીદારો સાથે સારા સંબંધો ઈચ્છે છે. અમારી સરહદો ચીન, અફઘાનિસ્તાન, ઈરાન અને ભારત સાથે છે. જો પડોશીઓ સાથે અમારા સંબંધો સારા નથી તો અમે તેમને સુધારવા માંગીએ છીએ. અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. જો શાંતિ નહીં હોય તો આપણે આપણી અર્થવ્યવસ્થા પુનઃસ્થાપિત કરી શકીશું નહીં. ખ્વાજા આસિફે કહ્યું હતું કે મને અંગત રીતે લાગે છે કે અમને એવી સ્થિતિમાં ન ધકેલવામાં આવે કે જ્યાં અમારે કેટલાક કડક નિર્ણયો લેવા પડે. અમેરિકા સાથેના અમારા સંબંધો ખૂબ મૂલ્યવાન છે. બંને દેશો વચ્ચેના સંબંધોનો પોતાનો એક ઇતિહાસ છે. જોકે કેટલીક નિરાશાઓ થઈ છે પરંતુ તેમ છતાં અમે અમેરિકા સાથેના અમારા સંબંધોને મહત્ત્વ આપીએ છીએ અને બંને દેશો વચ્ચેના સંબંધો ભવિષ્યમાં નવી ઊંચાઈએ પહોંચે તેવું ઈચ્છીએ છીએ. ખ્વાજાએ કહ્યું હતું કે અમેરિકાએ હાલમાં ભારત સાથેના સંબંધોમાં સુધારો કર્યો છે. તેની પાછળ ચીનના વધતા પ્રભાવને ઘટાડવાના બાઈડેન સરકારના પોતાના પ્રયાસો છે. અમેરિકી સરકાર ઈચ્છે છે કે ભારત અમેરિકી મિલિટરી ડ્રોન ખરીદે. બાઈડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને તાજેતરમાં કહ્યું હતું કે પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ ભારતના સંબંધોમાં પરિવર્તનકારી ક્ષણ હશે. એમ પણ તેમણે જણાવ્યું હતું…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security