Home Bharuch પાટીલનો પુત્ર સેનેટની ચૂંટણીમાં ઉમેદવાર:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. માં ભાજપ પ્રદેશ...

પાટીલનો પુત્ર સેનેટની ચૂંટણીમાં ઉમેદવાર:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. માં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલના પુત્ર સેનેટની ડોનર સીટ પરથી ચૂંટણી લડશે

0

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજનારી સેનેટની ચૂંટણીને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉમેદવારોની આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યું હતી. તેની સાથે સાથે ડોનર સીટ માટેના બે ઉમેદવારોનું નામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

સી.આર.પાટીલનો પુત્ર જીગ્નેશ સેનેટની ચૂંટણીમાં ઝંપલાવશે

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ પહેલી વખત યુનિવર્સિટીના સેનેટ ચૂંટણીમાં ઝંપલાવશે. જીગ્નેશ પાટીલ સક્રિય રાજનીતિ તરફ આવવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. જીગ્નેશ પાટીલ ડોનરશીટ પરથી ઉમેદવારી નોંધાવશે.

ભાજપના શાસનને લઈને એવીબીપીનું મૌન

અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં સતત આંદોલન કરવા માટે કામ કરી રહ્યું છે એ વાતની રજૂઆત કરી હતી એ સંદર્ભમાં જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે એને સિવાય દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ થાય એ સ્વાભાવિક છે પરંતુ ભાજપને જ યુવા પાક એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વારંવાર આંદોલન કરવામાં આવે તે આનંદની વાત છે પરંતુ ભાજપના સત્તાધિશો શિક્ષણ ક્ષેત્રે ખોટા નિર્ણયો લઈ રહ્યા છે તેને કારણે તમારે આંદોલનો કરવા પડે છે તેનું દુઃખ થાય છે ખરું? આ પ્રશ્નનો જવાબ આપવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં મુકાઈ ગઈ હતી તેમણે કોઈ પણ સ્પષ્ટીકરણ સાથેનો જવાબ આપ્યો ન હતો તેમને પૂછવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવાતા નથી. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જવાબ આપ્યો કે જ્યાં પણ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો ઉભા થશે ત્યાં આગળ રજૂઆત કરવામાં આવશે પરંતુ તેમને ભાજપના શાસનને લઈને મગનું નામ મરી પાડવાનું પણ યોગ્ય ન માન્યું.

ABVPના સેનેટ ચૂંટણીના ઉમેદવાર

  1. કોમર્સ પ્રધુમન જરીવાલા
  2. આર્ટસ કનુ ભરવાડ
  3. એજ્યુકેશન ભાર્ગવ રાજપૂત
  4. મેનેજમેન્ટ દિશાન્ત
  5. સાયન્સ અમિત
  6. કોમ્પ્યુટર સાયન્સ ગણપત ભાઈ
  7. ભાવિન ભાઈ
  8. આર્કિટેક ભુવેનેશ
  9. હોમિયો ડો. સતીશ પટેલ
  10. મેડિકલ ડો. ચેતન પટેલ
  11. ડોનર વિભાગની બે સીટ પર ડો.કશ્યપ ખરચિયા.
  12. જીગ્નેશ પાટીલ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version