Home Gadgets વ્હોટ્સએપ ફીચર અપડેટ : ટૂંક સમયમાં ‘કેપ્ટ મેસેજ’નું ફીચર એપમાં જોવા...

વ્હોટ્સએપ ફીચર અપડેટ : ટૂંક સમયમાં ‘કેપ્ટ મેસેજ’નું ફીચર એપમાં જોવા મળશે, હવે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

0

વ્હોટ્સએપ માટે કંપની નવાં-નવાં ફીચર્સ લાવતી રહે છે. આ વખતે વ્હોટ્સએપ એક નવાં ફીચર પર કામ કરી રહી છે, જે તમારાં ડિસેબલ મેસેજ પણ દેખાડશે. આ પહેલાં યૂઝર્સ 24 કલાક, 7 દિવસ અને 90 દિવસ સુધીની સમયમર્યાદામાં મેસેજ ડિલીટ કરી શકતા હતાં, પરંતુ આ ફીચર બાદ મેસેજ ડિલીટ નહીં થાય.

વ્હોટ્સએપ ‘કેપ્ટ મેસેજ’ ફીચર શું છે?

જ્યારે તમે ચેટમાં ડિસઅપિરિંગ મેસેજની સેવા ઓન કરો છો ત્યારે પસંદ કરેલી સમય મર્યાદા પછી તમામ ટેક્સ્ટ, ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ ડિલીટ થઈ જાય છે. ‘કેપ્ટ મેસેજ’ ફિચર આ સેવામાં હવે થોડો બદલાવ લાવ્યા છે. ચેટ્સમાં અમુક એવી વસ્તુઓ હોય છે, કે જે ખૂબ જ મહત્વની હોચ છે અને તેને સાચવીને રાખવી પડે છે. તે કોઈ ચોક્કસ ડોક્યુમેન્ટ, ટેક્સ્ટ અથવા કોઈ પ્રકારનું માધ્યમ પણ હોઈ શકે છે. જો તમે ‘કેપ્ટ મેસેજ’માં કોઈ મેસેજ રાખશો તો તે મેસેજ આર્કાઇવમાં અથવા તો બુકમાર્કની જેમ ટ્રાન્સફર થઈ જશે પરંતુ, તે ગાયબ થનારી ચેટમાંથી ડિલીટ નહિ થાય.

વ્હોટ્સએપનું ‘કેપ્ટ મેસેજ’ ફીચર હાલમાં તેના ડેવલપમેન્ટ મોડ પર છે

WABetaInfoના રિપોર્ટ મુજબ વ્હોટ્સએપ ડિસઅપિરિંગ મેસેજના કેપ્ટ મેસેજ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી ડિસઅપિરિંગ થયા બાદ પણ મેસેજ જોવાનો ઓપ્શન જોવા મળશે. કંપની આ નવું ફીચર એન્ડ્રોઇડ, iOS સાથે વ્હોટ્સએપ ડેસ્કટોપ વર્ઝન માટે પણ લોન્ચ થશે. આ ફીચરનાં અપડેટ બાદ યૂઝર ડિસઅપિરિંગ મોડ દરમિયાન આવેલો મેસેજ ડિલીટ કર્યા બાદ પણ જોઈ શકાશે. વ્હોટ્સએપનું ‘કેપ્ટ મેસેજ’ ફીચર હાલમાં તેના ડેવલપમેન્ટ મોડમાં છે, તેથી તેમાં હજુ પણ વધુ ફેરફાર જોવા મળી શકે છે.

વ્હોટ્સએપ અનરીડ ચેટ્સ ફિલ્ટર પર પણ કામ કરી રહ્યું છે

વ્હોટ્સએપ તેનાં બીટા વર્ઝન પર વધુ એક નવું ‘અનરીડ ફિલ્ટર’નું ટેસ્ટિંગ કરતું જોવા મળ્યું છે. ‘કેપ્ટ મેસેજ’ ફીચરની જેમ તે અત્યારે ડેવલોપમેન્ટ સ્ટેજ પર નથી, તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ સુવિધા તમને કીવર્ડ્સ શોધતી વખતે વાંચેલા સંદેશને ન વાંચેલા સંદેશથી અલગ કરવાની મંજૂરી આપે છે. આનાથી યૂઝર્સને તે મેસેજ જોવાનું વધુ સરળ થઈ જશે, જે તે વાંચવાનું ચૂકી ગયા છે અને એવી અમુક નોટિફિકેશન્સ કે જે તે જોઈ શક્યા નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version