Published by: Rana kajal
- GIDC માં વહેલી સવારે વેસ્ટ મટિરિયલ્સ રહેલા 2 ગોડાઉન ભડકે બળયા
- ભીષણ આગને કાબુમાં લેવા વડોદરાના પણ 2 ફાયર ટેન્ડરની લેવાય મદદ
- માત્ર એક ચોકીદાર જ હોય કોઈ જાનહાનિ નહિ, આગનું કારણ અકબંધ
ભરૂચ તાલુકાના હાઇવે નજીક આવેલી પાલેજ GIDC માં બુધવારે વહેલી સવારે રૂચીકા વેસ્ટિજીસ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જિલ્લા અને વડોદરાના 10 ફાયર ફાઈટરોની 5 કલાકની જહેમતે આગ કાબુમાં આવી હતી.
પાલેજ GIDC માં રૂચિકા વેસ્ટિજીસ નામની કંપનીમાં સવારે 6 વાગ્યાના અરસામાં આકસ્મિક આગ ભડકી ઉઠી હતી.
વેસ્ટિજ કંપનીમાં વિવિધ ઔદ્યોગિક સહિતનો તમામ પ્રકારના વેસ્ટનો વિપુલ જથ્થો હોય જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભય સાથે અફરાતફરી મચી હતી.
ઘટનાનો કોલ પાલેજ પોલીસ અને ફાયરને અપાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જીઆઇડીસી સહિત ભરૂચ પાલિકા અને અન્ય કંપનીના ફાયર ફાઈટરોએ આગ બુઝાવવા સતત પાણીનો મારો શરૂ કર્યો હતો.
જોકે વિવિધ વવાસ્ત4 મટિરિયલ્સના કારણે ભડકે બળતા એક ગોડાઉને બાજુના બીજા ગોડાઉનનને પણ ચપેટમાં લઈ લીધું હતું. કાળા ધુમાડા સાથે આગની લપેટો દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ હતી.
નજીક વડોદરા જિલ્લામાંથી પણ આગને ઓલવવા 2 ફાયર ફાઈટરોની મદદ લેવાની ફરજ પડી હતી. પાંચ કલાકની જહેમતે 10 ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ઘટના અંગે જીપીસીબી સહિત હેલ્થ એન્ડ સેફટી વિભાગે પણ દોડી આવી તપાસ હાથ ધરી હતી.