Published by : Anu Shukla
- એન્ગેજમેન્ટ બૅશમાં હાજર બોલિવૂડ સેલેબ્સ

બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે શ્રીનાથજીમાં સગાઈ કરી હતી. સગાઈ બાદ મુકેશ અંબાણીએ મુંબઈના એન્ટિલિયામાં ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. આલિયા ભટ્ટ પતિના હાથોમાં હાથ નાખીને આવી હતી.

પાર્ટીમાં કોણ કોણ આવ્યું?
અનંત અંબાણીની સગાઈની પાર્ટીમાં શાહરુખ ખાન, સલમાન ખાન, રણબીર-આલિયા, અયાન મુખર્જી, ઝહીર ખાન-સાગરિકા ઘાટગે, રણવીર સિંહ સહિતનાં સેલેબ્સ આવ્યાં હતાં. શાહરુખ ખાન પાર્ટીમાં પોતાની મેનેજર પૂજા દદલાણી સાથે આવ્યો હતો. જાન્હવી કપૂર પિંક સાડીમાં ઘણી જ સુંદર લાગતી હતી.






