Home News Update Nation Update ‘પોલર પ્રીત’એ -30 ડિગ્રીમાં 70 દિવસમાં 1485 કિલોમીટરનું અંતર કાપી ઈતિહાસ સર્જ્યો…

‘પોલર પ્રીત’એ -30 ડિગ્રીમાં 70 દિવસમાં 1485 કિલોમીટરનું અંતર કાપી ઈતિહાસ સર્જ્યો…

0

Published by : Anu Shukla

  • ‘પોલર પ્રીત’ તરીકે પ્રસિદ્ધ પ્રીત ચાંડીએ સૌથી લાંબા ધ્રૂવીય સ્કીઈંગ અભિયાનનો વિશ્વ રેકોર્ડ સર્જ્યો
  • એન્ટાર્કટિકામાં સૌથી લાંબા, એકલા અને મદદ વિનાના અભિયાનનો રેકોર્ડ બ્રેક કરી દીધો

ભારતીય મૂળની શીખ સૈનિક અધિકારી કેપ્ટન પ્રીત ચાંડીએ કોઈ પણ પ્રકારની મદદ વિના એકલા જ સૌથી લાંબા ધ્રૂવીય સ્કીઈંગ અભિયાનનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી ઈતિહાસ રચી દીધો છે. કેપ્ટન ચાંડીએ 70 દિવસો અને 16 કલાકમાં 1,485 કિલોમીટરનું અંતર કાપ્યું અને એન્ટાર્કટિકામાં સૌથી લાંબા, એકલા અને મદદ વિનાના અભિયાનનો રેકોર્ડ બ્રેક કરી દીધો.

દરરોજ 13થી 15 કલાક સ્કીઈંગ કર્યું

તેમણે અપાર થાક અને શૂન્યથી 30 ડિગ્રી સુધીના તાપમાનનો પડકાર ઝિલ્યો અને દરરોજ 13થી 15 કલાક સ્કીઈંગ કર્યું હતું. આ દરમિયાન તેમને અનેક અડચણો આવી હતી પણ તે હાર ન માની. આ મામલે ઈન્સ્ટાગ્રામ પર કેપ્ટન ચાંડીએ પોતાની આ સિદ્ધી વિશે લખ્યું છે કે પોલર પ્રીતે ઈતિહાસમાં કોઈ પણ મહિલા દ્વારા સૌથી લાંબા, એકલા અને મદદ વગરના ધ્રૂવીય અભિયાનનો વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે.

આ છેડેથી પેલા છેડે સુધી જવાનું લક્ષ્ય પૂરું કરવાથી લગભગ 160 કિલોમીટર ચૂકી ગઇ

કેપ્ટન ચાંડી આ છેડેથી પેલા છેડે સુધી જવાનું લક્ષ્ય પૂરું કરવાથી લગભગ 160 કિલોમીટર ચૂકી ગઇ હતી જ્યાંથી તેમણે શરૂઆત કરી હતી. 33 વર્ષીય ચંડીએ કહ્યું કે માનસિક રીતે એ જાણવું મુશ્કેલ હતું કે મારી પાસે ક્રોસિંગ બનાવવા માટે પર્યાપ્ત સમય નહોતો પણ અભિયાન મારી મર્યાદાઓને આગળ વધારવા અને બીજાઓને એવું કરવા માટે પ્રેરિત કરવા માટે હતું એટલે જ તો હું તેને જારી રાખવા માગતી હતી.

કિટ અને સપ્લાયને એક સ્લેજ પર ખેંચ્યું જેનું વજન લગભગ 120 કિલોગ્રામ હતું

ચાંડીએ તેના અભિયાન વિશે જણાવ્યું કે ટ્રેક દરમિયાન મારી તમામ કિટ અને સપ્લાયને મેં એક સ્લેજ પર ખેંચ્યું હતું જેનું વજન લગભગ 120 કિલોગ્રામ હતું અને તાપમાન -30 ડિગ્રી સેલ્સિયસ અને હવાની ગતિ 60 માઈલ પ્રતિકલાક હતી. જૂનો રેકોર્ડ 1381 કિલોમીટરનો હતો જે અંજા બ્લાચાએ 2020માં બનાવ્યો હતો. તેને ચાંડીએ બ્રેક કર્યો છે. તેમણે પોતાની આ સફર 2022માં શરૂ કરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version