Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchપ્રજાસત્તાક પર્વ, ભરૂચ નગરનો જન્મદીન તથા વસંતપંચમીના ત્રિવેણી સંગમની ભવ્યાતિભવ્ય ઉજવણી...

પ્રજાસત્તાક પર્વ, ભરૂચ નગરનો જન્મદીન તથા વસંતપંચમીના ત્રિવેણી સંગમની ભવ્યાતિભવ્ય ઉજવણી…

  • ભરૂચ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વ મંત્રી કુંવરજી હળપતીની ઉપસ્થિતિમાં ઉજવાયો
  • નેશન ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટની થિમ અંર્તગત જનભાગીદારી સાથે 74મો ગણતંત્ર દિવસની ઉજવણી સંપન્ન
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાને ઔધોગિક ક્ષેત્રે ભારત અને વિશ્વ ફલક ઉપર ઉજાગર કર્યો છે : પ્રભારી મંત્રી

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ નેશન ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટની  થિમ અંર્તગત રાજ્ય કક્ષાના આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતીની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો હતો.

રાજ્ય કક્ષાના આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રજાસત્તાક પર્વની નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, ભરૂચની પાવન નગરીનો આજે જન્મદીન છે, યોગાનુયોગ વસંતપંચમીના પર્વ સાથે આપણો રાષ્ટ્રીય પર્વ પણ છે.

ત્યારે ત્રિવેણી સંગમના આ શુભદીને ભૃગુઋષિએ વસાવેલી ભરૂચની ધરતીના પનોતા પુત્ર સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ,  કનૈયાલાલ મુનશીને યાદ કરી પાવન ધરાને વંદન કર્યા હતાં. પવિત્ર ધરા પરથી આજના પ્રસંગે દેશની આઝાદીના લડવૈયાની શહાદતને યાદ કરી ઉમેર્યું  હતું કે, આઝાદીનો અમૃત મહોત્સવ આપણો દેશ ઉજવી રહ્યો છે. દેશવાશીઓ માટે ગર્વની વાત છે કે,  આપણે જી 20 ના સમિટનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સમિટ થકી દેશમાં વિદેશી હૂંડિયામણ આવશે તથા યુવાનોને રોજગારી અવસર મળશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાને ઔધોગિક ક્ષેત્રે ભારત અને વિશ્વના નકશા ઉપર ઉજાગર કર્યો છે. નવા બજેટમાં ગુજરાતની એક પણ શાળાનું મકાન હવે નળિયાવાળું નહી રહે અને આધુનિક સુવિધાથી સુસજજ બનાવવામાં આવનાર છે.તેમ પણ ઉમેર્યુ હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી દ્વારા પોલીસ પ્લાટુન તથા વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાકિય જાગૃત્તિ અર્થે રજૂ કરાયેલ ટેબ્લોની નિદર્શનો રસપૂર્વક નિહાળ્યા હતા.

ભરૂચ જિલ્લાની વહીવટી પાંખના વડાની, ત્રિવેણી સંગમ સમાન “વિકાસની ત્રિપૂટી” ની કાર્યશૈલિને બિરદાવી હતી. તથા જિલ્લાની વહીવટીતંત્રની My LIVEBAL BHARUCH‘ની  પહેલ થકી ભરૂચની પ્રગતિને નવા આયામો મળશે તેમ ઉમેર્યું હતું. આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, સ્વતંત્રતાની જાગૃત્તિ, ટ્રાફિક અવેરનેશ જેવી વિવિધ થીમો આધારીત સાસ્કૃતિક કાર્યક્રમો નિહાળયા હતા. આ તકે, પ્રથમ શ્રેષ્ઠ પ્લાટુન, ટેબ્લો તેમજ રજૂ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રથમ શ્રેષ્ઠ કૃતિઓને ઈનામ આપવામાં આવ્યું હતું. વધુમાં મંત્રીના હસ્તે ભરૂચ તાલુકાના વિકાસ માટે કલેકટરને રૂ.25 લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક આ પ્રસંગે એનાયત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security