- વિદ્યાર્થીઓએ માતાનું પૂજન અર્ચન કર્યું
- બાળકોમાં માતા પ્રત્યે આદરભાવ કેળવાય તે માટે કાર્યક્રમનું આયોજન
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની સંસ્કારદીપ વિદ્યાલયમાં નવરાત્રીના પ્રથમ નોરતે માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો
બાળકોમાં માતા પ્રત્યે આદરભાવ કેળવાય તે માટે સંસ્કાર દીપ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે છેલ્લા ઘણા વર્ષોથી માતૃ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે નવદુર્ગા મિત્ર મંડળના સંયોગથી આજરોજ નવરાત્રીના પ્રથમ નોરતે માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-26-at-12.17.39-PM-1024x576.jpeg)
આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોએ તેઓની માતાઓનું પૂજન અર્ચન કરી આરતી ઉતારી હતી અને માતાના આશીર્વાદ મેળવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈના હસ્તે શાળાના હોલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-26-at-12.17.20-PM-1024x576.jpeg)
આ માતૃ પૂજનના કાર્યક્રમને વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈએ બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ પ્રેરણાત્મક છે બાળક માતાની પૂજા કરે માતા અને બાળક વચ્ચે લાગણીના સબંધો બંધાઈ સાયકોલોજીકલી તેની ઊંડી આશરો પડતી હોય છે આ કાર્યક્રમ બિરદાવવા લાયક છે આ કાર્યક્રમથી અન્ય સ્કૂલો અને અન્ય સંસ્થાઓએ પણ આની પ્રેરણા લેવી જોઈએ.આ કાર્યક્રમમાં એ.આઈ.એ.ના માજી પ્રમુખ રમેશ ગાભાણી,ટ્રસ્ટી એન.કે.નાવડિયા,માતરી હિતેન આનંદપુરા અને આગેવાન નરેશ પુજારા તેમજ નવદુર્ગા મિત્ર મંડળના સુરેશ પટેલ સહીત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.