કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે જ્યારે કોંગેસ સાથે છેડો ફાડ્યો ત્યારે રાજકીય ભૂકંપ સર્જાયો હતો. હવે ગુલામ બની આઝાદ નવી રાજકીય પાર્ટી જાહેર કરવાની તેમનો યોજનાને આખરી ઓપ આપી રહ્યા છે. એમ માનવામાં આવી રહ્યુ છે કે તા 26 સપ્ટેમ્બરના પ્રથમ નોરતે ગુલામ નબી આઝાદ નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. આ જાહેરાત પહેલા તેમણે સંખ્યાબંધ રાજકીય અગ્રણીઓ સાથે મુલાકાત કરી છે જેમાં પુર્વ ઉપ મુખ્ય મંત્રી તારાચંદ, ડો મનોહર લાલ શર્મા, જી. એમ. સરુરી, બલવાન સિંહ, ગૌરવ ચોપડા વગેરેનો સમાવેશ થાય છે. ગુલામ નબી આઝાદ તા 27 સપ્ટેમ્બરના રોજ જમ્મુથી શ્રીનગર આવી શકે છે. તેઓની નવી રાજકીય પાર્ટી કાશ્મીરના રાજકારણમાં નવા સમીકરણો રચશે તેમાં બેમત નથી ત્યારે ગુલામ નબી આઝાદે એમ જણાવ્યુ હતુ કે હવે 370 મી કલમ પાછી લાગૂ પાડી શકાસે નહિ તે સ્ટેટમેન્ટ ખુબ સૂચક સાબીત બાબત છે. માત્ર ભારત દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વની રાજકીય નજર જ્યારે કાશ્મીરની બદલાતી જતી રાજકીય પરિસ્થિતી પર હોય છે ત્યારે ગુલામ નબી આઝાદ ની નવી પાર્ટી કેવા રાજકીય સમીકરણો રચે છેઃ તેતો આવનાર સમય જ કહેશે
કોંગ્રેસનાં પુર્વ દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ નવા રાજકીય પક્ષનુ એલાન આજે કરે તેવી સંભાવના…
RELATED ARTICLES




