- દર્શનાર્થીઓ માટે માત્ર 10 રૂપિયામાં આવવા-જવાની સુવિધા, વિવિઘ રૂટ પર દોડશે AMTS બસ….
આવનાર નજીકનાં સમયમાં અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન જેમા ભકતો ની અવરજવર શરૂ થઈ જશે.. હરિભક્તો અને લોકો સરળતાથી પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો ઓગણજ પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે એના માટે બોપલના વકીલ સાહેબ બ્રિજથી AMTSમાં લોકો જઈ શકે તેના માટે સ્પેશિયલ 20થી વધુ બસો મુકવામાં આવશે. માત્ર 10 રૂપિયા જેટલું નજીવું ભાડું તેના માટે રાખવામાં આવ્યું છે. શહેરના વિવિધ સ્થળોએથી પ્રમુખસ્વામીનગર સુધી લોકોને લાવવા લઇ જવા નજીવા ભાડાથી બસો લેવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને જે પણ હરિભક્તો દ્વારા બસો માંગવામાં આવશે તેમ તેમ ફાળવવામાં આવશે. અમદાવાદમાંથી પ્રમુખસ્વામીનગર લોકોને અને સ્વયંસેવકોને આવવા જવા માટે આશરે 200 જેટલી બસો ફાળવવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના ચેરમેન વલ્લભ પટેલનાં જણાવ્યાં મુજબ અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે અને તેમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જે રીતે બસોની માંગણી કરવામાં આવી છે તે જરૂરિયાત મુજબ બસો આપી છે. ત્રણ શિફ્ટમાં અલગ અલગ બસો જશે. આ તમામ બસોનું ભાડું સ્વામિનારાયણ સંસ્થા દ્વારા AMTSને ચૂકવવામાં આવશે.
પ્રતિ દિવસ 32 બસો દ્વારા પીકઅપ સુવિધા જેમાં સવારે 5.30થી 8 વાગ્યા સુધી તથા રાત્રે 8થી રાત્રીના 11 વાગ્યા સુધી જુદી જુદી જગ્યાઓ શિવાન્તા, અવધ હાઈલેન્ડ, ગણેશ એલીગ્નસ, બેરી ક્રિસ્ટલ, વિવાન્તા, શ્રી રાધા માધવ (ભાડજ), સિલવર સ્પ્રિંગ, કેપટાઉન (બોપલ), શાયોના સર્વોપરી (PR), વત્તાન્તા, શાયોના આગમન, આદિત્ય ઓરાઈના (મહિલા), પ્રમુખની કેતન (ચાણકયપુરી/ગોતા), વશિકા શાયપ્રમ, ડાયમંડ સ્કાય, સચીહાઈટસ (અડાલજ) કુલ 21717 સ્વયંસેવકોને પ્રતિ દિવસ 15 બસો દ્વારા પીકઅપ એન્ડ ડ્રોપીંગની સુવિધા આપવામાં આવી છે. સવારે 11.30થી વેન્યુ, શાંતીનીકેત, સાયસીટી, સુરતી હાઈટસ, આતીપ્સ-100 (વૈષ્ણવદેવી) કુલ 7067 સ્વંયસેવકોને પ્રતિ દિવસ 32 બસો દ્વારા પીકઅપ સુવિધા આપવામાં આવી છે. પ્રમુખસ્વામીનગરની અંદર કિ.મી.ના પેરીફેરીના 20000 સ્વયંમ સેવકોને લાવવા-મુકવા માટે 20 બસો આખા દિવસ માટે મુકવામાં આવી છે.
અમદાવાદ શહેરના જુદા-જુદા રેલ્વે સ્ટેશનો જેવા કે, કાલુપુર, સાબરમતી, મણિનગર તેમજ જુદા-જુદા બસ સ્ટેશનો જેવા કે, ગીતામંદિર, રાણીપ, કૃષ્ણનગર, ઝાંસીની રાણીથી પ્રમુખસ્વામીનગર ખાતે આવવા-જવા માટે જરૂરીયાત મુજબ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આવેલી સ્વામિનારાયણ સંસ્થાઓમાંથી દર્શનાથીઓને પ્રમુખસ્વામીનગર ખાતે આવવાજવા માટે પ્રતિ બસ દીઠ 4000ના દરથી બસો ફાળવવામાં આવશે. શહેરના લાલદરવાજા, વાડજ, વાસણા, સારંગપુર, કાલુપુર વગેરે જગ્યાઓ પરથી ઉપડતી રૂટોની બસોમાં આવનાર દર્શનાથીઓ માટે બોપલ વકીલ સાહેબબ્રિજથી પ્રમુખસ્વામીનગર સુધી પ્રતિ વ્યક્તિ 10 રૂપિયાની કિંમતથી આવવા-જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.