Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratરાજસ્થાનના શેરગઢ વિસ્તારમાં લગ્નસમારંભમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં વરરાજાના માતા-પિતા સહિત 23 લોકોના...

રાજસ્થાનના શેરગઢ વિસ્તારમાં લગ્નસમારંભમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં વરરાજાના માતા-પિતા સહિત 23 લોકોના મોત…

રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેરગઢ વિસ્તારમાં ભૂંગરા ગામમાં એક ખુબ જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં જોધપુર જિલ્લાના શેરગઢ વિસ્તારના ભુંગરા ગામમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં વરરાજાના પિતા અને ભત્રીજાનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 10 તો બાળકોના જ મોત નિપજ્યા છે. હાલ જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહીં કુલ 36 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં 19 ની સ્થિતિ ગંભીર છે. ત્યાર બાદ ત્યાં સારવાર દરમિયાન 21 લોકોના મોત થઈ ગયા હતા. મંગળવારે વધુ પાંચ લોકોના મોત થઈ ગયા છે. તેમાંથી મૃતકોનો આંકડો 23 સુધી પહોંચી ગયો છે.

શેરગઢના ભૂંગરા ગામમાં લગ્ન સમારંભમાં થયેલા બ્લાસ્ટથી આસપાસના વિસ્તારોમાં પણ ગભરાટ ફેલાયો હતો. જ્યારે સતત થઇ રહેલા મૃત્યુના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીન વાતાવરણ છે. જે ગલી અને મહોલ્લામાંથી જાન નિકળી હતી ત્યાં આજે અર્થીઓ નિકળી રહી છે. જે ઘરમાં શરણાઇના સુર ગુંજી રહ્યા હતા ત્યાં ગમનું વાતાવરણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security