Published by : Rana Kajal
- અગાઉ આ પ્રવેશ દ્વારથી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો…
દેશના પ્રસિધ્ધ યાત્રાધામ એવા શકિત પીઠ અંબાજીના 7 નંબરના પ્રવેશ દ્વારથી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ ભક્તોની માંગણીના પગલે ફરી 7 નંબરના દ્વારથી ભક્તોના પ્રવેશને શરૂ કરી દેવાયો છે… દેશના પ્રસિધ્ધ તીર્થ ધામ એવા શકિત પીઠ અંબાજી ખાતેના 7 નંબરના પ્રવેશ દ્વારથી ભક્તોને પ્રવેશ આપવાનો બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ભક્તોની માંગણીને ધ્યાનમાં રાખી નિર્ણય અંગે ફેર વિચારણા કરી વેપારીઓ અને સ્થાનિક રહીશો માટે પ્રવેશ દ્વાર નબર 7 પરથી પ્રવેશ શરૂ કરી દેવાયો છે. પરંતુ આ અંગે આધાર કાર્ડ હોવું અને રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે