- યુવતી પર સ્વજનો અને માતાપિતાએ ત્રાસ ગુજાર્યો
- યુવતી સ્વજનોના ચુંગાલ માથી નાસવા ગઇ…ઝાડી ઝાંખરામાં તળાવ ન જણાયું અને યુવતી ડૂબી ગઇ….
પ્રેમ કહાનીના ઘણા કરુણ અંત આવતાં હોય છે ત્યારે પ્રેમીઓને જયારે સ્વજનો અને માતાપિતા જ જ્યારે શારીરિક અને માનસિક ત્રાસ આપે ત્યારે તેનુ કેવું પરીણામ આવે તે દર્શાવતો ઍક કરુણ બનાવ તાજેતરમા બન્યો હતો…. ઍક યુવતી પોતાના મામાને ત્યાં રહેતી હતી જ્યાં તેને ઍક યુવક સાથે પ્રેમ થઈ ગયો.મામા તેમજ યુવતીના માતા પિતાને આ પ્રેમ સબંધ મંજૂર ન હોય તેમ માતા પિતા રિક્ષામાં યુવતીને પરત લાવી રહ્યાં હતાં. પરતું લઘુશંકાનુ બહાનું કરી યુવતી નાસવા ગઇ પરતું નસીબમાં કઈક જુદુ જ લખાયેલું હોય તેમ યુવતી નાસવા જતાં ઝાડી ઝાંખરામાં તળાવ ન જણાયું અને યુવતી તળાવના પાણીમાં ડૂબી ગઇ.
બનાવ અંગે વિગતે જોતાં વાગરા તાલુકાના જોલવાની ઍક યુવતી તેના મામાને ત્યાં ઉમલ્લા ગામ ખાતે રહેતી હતી.તે દરમિયાન ઉમલ્લા ગામના જ યુવક સાથે તેને પ્રેમ સબંધ થઈ ગયો હતો. જેની જાણ તેના માં બાપને થતા તેના માં-બાપે યુવતીને બહુ માર મારી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. ક્રૂરતાની ચરમ સીમા તો ત્યારે જણાઈ જયારે યુવતીના માથાના તેમજ આંખો પરની પાંપણો કાઢી નાખી હતી તેમજ યુવતીને જોલવા ખાતે રિક્ષામાં લઈ જતા હતા. તેવામાં ભરૂચ તાલુકાના દશાન ગામ પાસે રિક્ષા બગડતા યુવતીએ તેની માતાને કહ્યું કે મારે બાથરૂમ જવું છે અને ત્યાં રોડની સાઈડ પર બાથરૂમ કરવા જતા માં બાપથી બચીને યુવતી નીચે ઝાડીઓમાં નાસી છૂટી હતી. આ જોતા તેના માતા પિતા તેની પાછળ દોડયા હતા પરતું યુવતીનું કિસ્મત ખરાબ હોય અને કિસ્મતમા મોત લખાયેલ હોય તેમ જીવન જીવવા માટે માતા પિતા પાસેથી ભાગેલી યુવતીને ઝાડીઓની પાછળ તળાવ ન દેખાતા તે તળાવમાં ડૂબી ગઈ હતી.
માતા પિતાએ ઘણી શોધખોળ કરી પણ યુવતી મળી ન હતી અંતે 4 દિવસ બાદ યુવતી નો ડી-કંપોઝ હાલતમાં મૃતદેહ મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહ ગંધ મારતો હોઈ જંતુ પડી ગયા હોય સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સાથે દશાન ગામે પહોંચી યુવતીને ભારે જહેમત બાદ તળાવમાંથી બહાર કાઢી પી.એમ.અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ છે.