Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeEducationફરી પેપર ફૂટ્યું જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ...

ફરી પેપર ફૂટ્યું જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ…

  • ભરૂચ અને અંકલેશ્વરમાં પણ 36 કેન્દ્રો ઉપર 11400 યુવાનો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા
  • પરીક્ષા મોકૂફ કરાતા વતન પરત ફરવા મફતમાં એસ.ટી. બસમાં મુસાફરીની જાહેરાત
  • પરીક્ષાના 3 કલાક પેહલા જ પોલીસે લીક પેપર સાથે એકની ધરપકડ કરી

ગુજરાત સરકારની પાછલી સરકારોમાં સરકારી પરીક્ષાના પેપર છેલ્લી ઘડીએ લીક થતા પરીક્ષા રદ કરવી પડી હતી. જે મામલે રાજકીય હોબાળો પણ મચ્યો હતો. તાજેતરમાં ગુજરાતમાં નવી સરકારની રચના થઈ છે. છતાં જૂની સમસ્યા તો યથાવત છે. આજે રાજ્યભરમાં ગુજરાત પંચાયતી સેવા મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્કનું પ્રોક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ પેપર ફૂટ્યું હોવાની આશંકાએ પરીક્ષા મોકૂફ રાખવવાની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચ અને અંકલેશ્વરમાં કુલ વિવિધ 36 કેન્દ્રો ઉપર 11400 યુવાનો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા જેઓ આજરોજ સવારે પેપર લીક ના સમાચાર સાંભળી નિરાશ અને સ્તબ્ધ થઈ ગયા હતા. ભરૂચને અંક્લેશ્વર માં પરીક્ષા કેન્દ્રો ઉપર તાલુકા મથકે થી કેટલાય ઉમેદવારો વેહલી સવારે કડ કડતી ઠંડીમાં પરીક્ષા આપવા નીકળી ગયા હતા જેઓને પરીક્ષા રદ ના સમાચાર મળતાં જ પરત ફરવું પડ્યું હતું, ત્યારે એસ. ટી. નિગમે પણ ઉમેદવારો માટે નિશુલ્ક મુસાફરી ની ત્વરિત જાહેરાત કરી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરાના એક શખ્સ સહિત અન્ય રાજ્યના ઇસમોની પણ પેપર ફૂટવા મામલે સંડોવાયેલી હોવાનું હાલ તબક્કે લાગી રહ્યું છે. જે દિશામાં તપા હાથ ધરવામાં આવી છે. વધુ એક વખત પેપર ફૂટવાની ઘટના સામે આવતા સરકારની નિષ્ફળતા ખુલ્લી પડી છે. બીજી તરફ એસ ટી વિભાગ દ્વારા ઉમેદવારોને વિનામૂલ્યે
મુસાફરી કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security