Published by : Rana Kajal
- ઉદ્વવ ઠાકરે બાદ હવે શરદ પવારને નિશાના પર લેવાય તેવી સંભાવના….
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક હલચલ મચી જાય તેવી સંભાવના જણાઈ રહી છે. ઉદ્વવ ઠાકરે બાદ હવે નિશાના પર શરદ પવાર હોય તેવું જાણવા મળી રહ્યું છે જોકે હાલ એવી અટકળો ચાલી રહી છે કે શરદ પવાર ના નજીકનાં ગણાતા એવા અજીત પવાર બીજેપીમાં જોડાઈ શકે છે એટલું જ નહી પરંતુ અજીત પવાર સાથે તેમના સમર્થકો પણ બીજેપીમાં જોડાય તેવી સંભાવના જણાઈ રહી છે હાલ મહારાષ્ટ્રમાં NCPના 53 ધારાસભ્યો પૈકી 30 થી 35 ધારાસભ્યો અજીત પવાર સાથે બીજેપી મા જોડાઈ શકે છે આમ થવાથી NCP ને મોટુ નુકશાન થઇ શકે છે તો તે સાથે ડેમેજ કન્ટ્રોલ માટે જાણીતા એવાં પીઢ રાજકારણી કેવો દાવ રમે છે તે જોવું રહ્યુ જૉકે હવે જ્યારે આવનાર 2024ની લોકસભાની ચૂંટણી ના અનુસંધાને જ્યારે વિવિઘ રાજકિય સમીકરણો રચાઈ રહ્યાં છે ત્યારે બીજેપી ઉદ્વવ ઠાકરે જેવા રાજકીય હાલ શરદ પવારના કરે તેવી પણ શકયતા જણાઈ રહી છે જો અજીત પવાર બીજેપીમાં જોડાઈ જાય તો આવનાર લોકસભાની ચૂંટણી અંગે બીજેપીને ખાસ મહેનત કરવાની જરૂર રહેશે નહીં સાથેજ એ બાબત પણ નક્કી છે કે અજીત પવારના બીજેપીમાં આવવાથી કદાચ મહારાષ્ટ્રનાં હાલના બીજેપી ના નેતાઓને કદાચ અસલામતી ની લાગણી ઉભી થઈ શકે છે