Home News Update સુરતમાં શ્વાનનો આતંક યથાવત વધુ એક બાળક શ્વાનનો ભોગ બન્યો…

સુરતમાં શ્વાનનો આતંક યથાવત વધુ એક બાળક શ્વાનનો ભોગ બન્યો…

0

Published By : Disha PJB

સુરત શહેરમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ઉધના ગામમાં આવેલ હળપતિ વાસમાં 10 વર્ષનો બાળક સાઇકલ ચાલવતો હતો ત્યારે શ્વાને તેને ડાબા પગમાં બચકા ભરી લીધા હતા. બાળકને હોસ્પિટલમાં સારવાર આપી દેવામાં આવી છે.

10 વર્ષીય અક્ષય ગઈકાલે સાંજે દવા લેવા માટે ગયો હતો. ત્યાંથી આવતી વખતે અચાનક જ શ્વાને બાળક ઉપર હુમલો કરી તેના પગ ઉપર બચકા ભરી લીધા હતા. જેને જોઈ સ્થાનિકોએ દોડી આવ્યા હતા અને બાળકને લઈને તેના ઘરે પોહ્ચ્યા હતા. બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યાં બાળકને સારવાર આપવામાં આવી હતી. હાલ બાળકની તબિયત સારી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે નાના બાળકોથી મોટા ઉંમરના લોકોને શ્વાનો બચકા ભરી રહ્યા છે. છેલ્લાં 40 દિવસમાં ત્રણના ભોગ શ્વાને લીધા છે. ત્યારે ત્રણ પૈકી બે બાળકો જીવ ગુમાવી ચૂક્યાં છે. જેમાં પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો જોવા મળે છે. 10 દિવસ પેહલા જ કતારગામના વેડ રોડ વિસ્તારમાં એક વ્યક્તિને બે વખત શ્વાને બચકા ભરતા તે વ્યક્તિ બીમાર થઈ ગયો હતો અને તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અને ફરી પાછી આજરોજ 10 વર્ષના બાળકને શ્વાને બચકા ભરી લીધા છે.

જોકે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં તમામ હેલ્થ સેન્ટરો અને સરકારી હોસ્પિટલોમાં ડોગ બાઈટ માટે સારવાર આપવામાં આવી રહી છે. જેમાં શહેરની નવી સિવિલ, સ્વીમેર અને મસ્કતી હોસ્પિટલોમાં બે શીપમાં સારવાર આપવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા ખસીકરણ પાછળ 1,95,30,000નો ખર્ચ કરે છે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version