વરુણ ધવન અને કૃતિ સેનન આ દિવસોમાં તેમની ફિલ્મ ‘ભેડિયા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ શુક્રવારે એટલે કે 25 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનો પ્રોમો અને ટ્રેલર રીલિઝ થયા બાદથી ચાહકોમાં તેના વિશે ઘણો ક્રેઝ છે. તેઓ વરુણ ધવનને વહેલી તકે ‘ભેડિયા’ તરીકે જોવા માંગે છે. આ ક્રિએચર કોમેડી ફિલ્મનો પહેલો રિવ્યુ સામે આવી ગયો છે.
ઓવરસીઝ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ ‘ભેડિયા’ જોઈ છે અને ફિલ્મનો પહેલો રિવ્યુ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે આ ફિલ્મને 5માંથી 3.5 સ્ટાર આપ્યા છે. આ રેટિંગ સારી કહી શકાય કારણ કે 3 સ્ટાર પર પણ ફિલ્મ જોવા યોગ્ય કહેવાય છે તો 3.5 સ્ટાર સારાની શ્રેણીમાં આવે છે
ટ્વિટર પર ‘ભેડિયા’નો પહેલો રિવ્યૂ શેર કરતા ઉમર સંધુએ લખ્યું, ‘ફિલ્મમાં હોરર અને કોમેડીનું અદ્ભુત સંયોજન જોવા મળશે, જે લોકોનું ખૂબ મનોરંજન કરશે. આ ફિલ્મ તમને અંતમાં રોલર કોસ્ટર રાઇડ આપશે.




