Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalફૂટબોલના રસીકો અને મેસ્સીના ચાહકોનો આનંદ ચરમ સીમાએ મેસ્સીએ રોનાલ્ડોનો રેકોર્ડ તોડયો….

ફૂટબોલના રસીકો અને મેસ્સીના ચાહકોનો આનંદ ચરમ સીમાએ મેસ્સીએ રોનાલ્ડોનો રેકોર્ડ તોડયો….

Published by : Vanshika Gor

ફૂટબોલ કિંગ મેસ્સીએ રોનાલ્ડો કરતાં 77 મેચ ઓછી રમીને 800 ગોલનો માઇલ સ્ટોન પાર કર્યો હતો જેથી મેસ્સીના ચાહકોમાં આનંદ વ્યાપી ગયો હતો આર્જેન્ટિના અને પનામા વચ્ચે રમાયેલા મુકાબલામાં ફિફા વર્લ્ડ કપ વિજેતા સુકાની લાયોનલ મેસ્સીએ એક ગોલ કરીને ઇતિહાસ રચ્યો હતો. અને એક અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી હતી વધુમા જોતા મેસ્સીની કારકિર્દીમાં આ 800મો ગોલ રહ્યો હતો અને તે આ માઇલસ્ટોન હાંસલ કરનાર ફાસ્ટેસ્ટ ફૂટબોલર બની ગયો છે તેણે પોર્ટુગલના રોનાલ્ડોના રેકોર્ડને સરભર પણ કર્યો હતો.

રોનાલ્ડોએ 800 ગોલ નોંધાવવા માટે મેસ્સી કરતાં વધારે મેચ રમી હતી. રોનાલ્ડોએ 1095ની મેચમાં 800 ગોલ કર્યા હતા. મેસ્સીએ તેના કરતાં 77 ઓછી મેચ રમી હતી. મેસ્સીએ કારકિર્દીમાં આર્જેન્ટિના તરફથી રમતી વખતે 99મો ગોલ નોંધાવ્યો હતો. આ ઉપરાંત તેણે પોતાની ભૂતપૂર્વ ક્લબ બાર્સેલોના માટે 672 ગોલ નોંધાવ્યા હતા. તે પેરિસ સેન્ટ જર્મેન માટે અત્યાર સુધીમાં 29 ગોલ નોંધાવી ચૂક્યો છે. પનામા સામેની મેચમાં મેસ્સીએ 89મી મિનિટે ફરી કિક દ્વારા ગોલ કર્યો હતો અને તેના આ ગોલ બાદ પૂરું સ્ટેડિયમ મેસ્સીના નામથી ગુંજી ઊઠયું હતું. આ મેચને આર્જેન્ટિનાએ 2-0ના માર્જિનથી જીતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!