Published By:-Bhavika Sasiya
બધાને એક વાનગી ચોક્કસ ભાવે છે અને તેનું નામ છે. આઈસ ક્રીમ પણ આઈસ ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બન્ને અલગ વાનગી છે. ફ્રોઝન ડેઝર્ટ બનાવવા માટે પાણીને થીજાવી બરફ બનાવી દેવામાં આવે છે. તેમ કેટલીક ખાદ્ય ચીજો ખાસ કરીને દૂધ કે દૂધના પાઉડરને ફ્રીઝ કરી તેની સાથે વિવિધ વસ્તુઓ ઉમેરી દેવામાં આવે અને જે ખાદ્ય ચીજ તૈયાર થાય તેને ફ્રોઝન ડેઝર્ટ કહેવામાં આવે છે. પણ એશિયાથી અમેરિકા અને યુરોપથી આફ્રિકા આ ચીજોના અલગ અલગ સ્વરૂપ છે. અમેરિકામાં આઈસક્રીમનો સૌથી વધુ લોકપ્રિય પ્રકાર છે તેને ફ્રોઝન કસ્ટર્ડ કહેવામાં આવે છે. બ્રુસ વિનસ્ટીન નામના લેખકના The Ultimate Ice Cream Book પુસ્તક અનુસાર આ ફ્રોઝન કસ્ટર્ડની ૫૦૦ જેટલી રેસેપી છે. ફ્રોઝન કસ્ટર્ડ દૂધ, મલાઈ, ખાંડ, ઈંડા સાથે બને છે તો ક્યારેક તેમાં દહીં ભેળવી તેને યોગર્ટનું સ્વરૂપ પણ આપી શકાય છે.

ભારતમાં જેને બરફના ગોલા કહે છે એમ રાસ્પેડો એક સ્નો કોન જ છે. ફેર એટલો છે કે ચાસણી કે ફ્લેવર માટે તેમાં ફ્રેશ જ્યુસનો ઉપયોગ કરવામાં આવે છે. મેક્સિકોની સ્ટ્રીટ ઉપર તે વેચવામાં આવે છે અને મોટાભાગે તેમાં ફુદીનો, લીંબુ, પાઈનેપલ, ઓરેન્જ અને મેગો ફ્લેવર મા મળે છે. જે એક ફ્રોઝન ડેઝર્ટ છે. ઈટાલીયન લોકો માટે એક ખાસ વાનગી છે અને તે છે જીલાટો જે દૂધ, ઈંડા, ખંડ અને ચોકલેટ કે હેઝલન્ટ કે પીસ્તા અને વેનીલા આઈસક્રીમ મિક્સ કરી તેને બનાવવામાં આવે છે. જોકે ઇટાલિયન માટે ચોકલેટ સૌથી લોકપ્રિય ફ્લેવર છે. જીલાટો પણ ફ્રોઝન ડેઝર્ટ છે.

ફ્રોઝન ડેઝર્ટ માં ઘણુ બધુ પામ ઓઈલ હોય છે. આ પામ ઓઈલ તમારા બેડ કોલેસ્ટ્રોલને વધારે છે. જેમાં 10.2 ટકા વેજિટેબલ ઓઈલ કે વેજિટેબલ પ્રોટીન પ્રોડક્ટ છે. આ સાથે જ ફ્રોઝન ડેઝર્ટમાં વેજિટેબલ સોયા પ્રોટીન, લિક્વિડ ગ્લૂકોઝ, સુગર સિરપ અને ઘણા બધા સિન્થેટિક ફૂડ કલર જોવા મળે છે.