Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચના સેવાશ્રમ રોડ પર ગટરના ચેમ્બરમાં વાહન ચાલકનું શીર્ષાસન...

ભરૂચના સેવાશ્રમ રોડ પર ગટરના ચેમ્બરમાં વાહન ચાલકનું શીર્ષાસન…

Published by : Rana Kajal

ભરૂચ નગરપાલિકા દ્વારા સેવાશ્રમ રોડ ઉપર ₹3 કરોડના માતબર ખર્ચે બની રહેલ પેવર બ્લોકના નવા રોડને ઉદ્ઘાટન પહેલા જ ગ્રહણ નડ્યું હતું.

હાલ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર પાંચબત્તીથી શક્તિનાથ અંડરબ્રીજ સુધી રૂપિયા ત્રણ કરોડના ખર્ચે ભરૂચ નગરપાલિકા દ્વારા પેવર બ્લોક નાખવાની કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી છે. ફેબ્રુઆરી મહિનાથી કામનો પ્રારંભ થયો છે તેમ છતાં હજુ સુધી માત્ર 30 થી 40% જ કામ પત્યું છે, તો કામની ગુણવત્તા અંગે પણ અનેકવાર સવાલો ઉભા થયા છે ત્યારે આજરોજ સવારે એક મોપેડ સવાર પેવર બ્લોકના નવા રોડ ઉપર બનાવવામાં આવેલ ઢાંકણમાં એકાએક ખાબકી ગયો હતો . નવા રોડ પર બનાવેલ ચેમ્બરનું ઢાંકણ તકલાદી હોવાના કારણે વાહન ચાલકનું વાહન ખાડામાં ઉતરી ગયું હતું અને તેને પગના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા આટલા માતબર ખર્ચે આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં તો આવી છે પરંતુ રોડનું વિધિવત ઉદ્ઘાટન પહેલા જ તેના ટેસ્ટીંગ કર્યા વગર જ વાહનચાલકોને તેની ઉપરથી પસાર થવા દેવામાં આવે છે તે પણ કેટલું યોગ્ય છે તેવા સવાલો પણ પ્રજામાં ઉઠ્યા છે, ત્યારે આજરોજ આ ઘટેલી ઘટના સમગ્ર ભરૂચમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security