Wednesday, May 6, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratબરોડા ડેરીના વિવાદને લઈ છોટાઉદેપુર જીલ્લામાં અલગ ડેરી બનાવવાની માંગ…

બરોડા ડેરીના વિવાદને લઈ છોટાઉદેપુર જીલ્લામાં અલગ ડેરી બનાવવાની માંગ…

Published by : Anu Shukla

બરોડા ડેરીમાં ચાલતા વિવાદને લઇને છોટા ઉદેપુર જીલ્લાના પશુપાલકોએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લામાં ત્રણ ધારાસભ્યો છે. જેમાંથી બે ધારાસભ્યોએ મોટી સંખ્યામાં પશુપાલકો ભેગા થઈને છોટા ઉદેપુર જિલ્લામાં નવી ડેરી બનાવવાની માંગ ઉઠી છે.

બરોડા ડેરીમાં 50 ટકા જેટલું દૂધ છોટાઉદેપુર જિલ્લામાંથી ભરાય છે

બરોડા ડેરીના વિવાદને લઈ છોટાઉદેપુર જિલ્લાના સભાસદોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બોડેલી ખાતે જિલ્લાના ત્રણેય ધારાસભ્યોને દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખો અને મંત્રીઓએ આપ્યું આવેદન પત્ર આપ્યું અને છોટાઉદેપુર જિલ્લાને અલગ ડેરી આપવા કરી માંગ છે .વડોદરા જિલ્લાના સ્વાર્થી રાજકારણને લઈ બરોડા ડેરીનું અસ્તિત્વ જોખમમાં હોવાનો આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બરોડા ડેરીમાં 50 ટકા જેટલું દૂધ છોટાઉદેપુર જિલ્લાથી ભરાય છે.

બરોડા ડેરીનો વિવાદ

સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા બરોડા ડેરીના નિયામક મંડળ અને એમડી સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપ મામલે બરોડા ડેરીના નિયામક મંડળે તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. બરોડા ડેરીના નિયામક મંડળ અને એમડી સામે ધારાસભ્ય કેતન ઈનામદારે ભ્રષ્ટાચાર અને સગાવાદને નોકરી આપવાના આક્ષેપો કર્યા હતા. જે મામલે ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ જી.બી. સોલંકી, પૂર્વ પ્રમુખ દિનેશ પટેલ ( દિનુ મામા ) સહિત 10 ડાયરેકટરો આક્ષેપોને નકાર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security