Published By : Parul Patel
યોગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની ભાગવત કથા ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આજથી એટલેકે 10 જુલાઈથી શરૂ થશે, જે 16 જુલાઈ સુધી ચાલશે. આ દિવસો દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાનાથ 12 જુલાઈના રોજ બાબા બાગેશ્વરના દૈવી દરબારમાં હાજરી આપશે. આ સાથે 500 થી વધુ ઋષિ-મુનિઓ પણ કથામાં ભાગ લેશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દરબાર દરમિયાન સીએમ યોગી આદિત્યનાથની ચિઠ્ઠી ખોલશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આયોજક શૈલેન્દ્ર શર્માએ જણાવ્યું કે કથા 10 જુલાઈથી શરૂ થશે. 12મી જુલાઈએ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બાબા રામદેવ, આચાર્ય અવધેશાનંદ ગિરીજી મહારાજ, કથાકાર દેવકીનંદન ઠાકુર, અનિરુદ્ધ આચાર્ય અને દેશભરમાંથી 500 થી વધુ ઋષિ-સંતો અને મહાત્માઓ આ કાર્યક્રમમાં મુખ્યત્વે અતિથિ તરીકે ભાગ લેશે. એમ જણાવાયું છે .