Published By : Parul Patel
દેશમા સૌથી વધુ જમીન ભારત સરકાર પાસે છે, ત્યાર બાદ બીજા નંબરે કેથોલિક ચર્ચ ઓફ ઇન્ડિયા પાસે સૌથી વધુ જમીન છે. તેમની પાસે પાસે હાલ 7 કરોડ હેક્ટર (17.29 કરોડ એકર) જમીન છે. આ જમીનો પર સ્કૂલ, કોલેજ અને ચર્ચ જેવી સંસ્થાઓ કાર્યરત છે, જેની કુલ કિંમત લગભગ 20,000 કરોડ રુપિયા જેટલી છે.
કેથોલિક ચર્ચ ઓફ ઇન્ડિયા ભારતમાં સૌથી વધુ રોજગાર આપનાર મોટા પ્રાઈવેટ સંસ્થાનો પૈકી એક છે. તેની પાસે દેશમાં અલગ અલગ જગ્યાએ વિશાળ જમીનો આવેલી છે. જે ગોવાથી લઈને નોર્થ ઇસ્ટના રાજ્યો સુધી ફેલાયેલ છે.
કેથોલિક ચર્ચ ઓફ ઇન્ડિયા પાસે દેશમાં કુલ 2457 હોસ્પિટલ ડિસ્પેન્સરી, 240 મેડિકલ અથવા નર્સિંગ કોલેજ, 28 સામાન્ય કોલેજ, 5 એન્જિનિયરિંગ કોલેજ, 3765 સેકન્ડરી સ્કૂલ, 7319 પ્રાઈમરી સ્કૂલ અને 3187 નર્સરી સ્કૂલ હતી.
જોકે, આ માહિતી જૂની છે હાલમા સંસ્થાઓમાં વધારો થયો હોવાની સંભાવના છે…