Published By : Aarti Machhi
બિહારમાં અવારનવાર પુલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે બિહારમાં પુલ બાબતે ભ્રષ્ટાચાર થયો હોય એવા સવાલો ઉઠવા પામ્યા છે. 1710 કરોડના ખર્ચે બની રહેલા અગુઆની સુલતાનગંજ ફોરલેન બ્રિજના પિલર નંબર 9નું સુપર સ્ટ્રક્ચર ફરી એકવાર ધરાશાયી થતા તંત્ર સામે અનેક પ્રશ્નો ખડા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પુલનું માળખું ધરાશાયી થવાની ઘટના આજે સવારે બની હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગંગાના પૂર અને પાણી મજબૂત વહેણને કારણે સુપર સ્ટ્રક્ચરનો કેટલોક ભાગ પિલર નંબર 9 ઉપર રહી ગયો હતો, જે અચાનક તૂટી પડ્યો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો. માળખું તૂટી પડતાં જ પાણીમાં જોરદાર અવાજ આવ્યો. આ ત્રીજી વખત અગવાણી ફોર લેન બ્રિજ ધરાશાયી થતાં ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે આ ઘટનામાં કોઈ પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહત અનુભવી હતી.