Published By : Patel Shital
- અનોખું સમાધાન થયું…
- સોમ, મંગળ અને બુધ પતિ એક પત્ની સાથે રહેશે જ્યારે ગુરુ, શુક્ર અને શનિ બીજી પત્ની સાથે…
- રવિવારે પતિને રજા…
- બન્ને પત્ની રાજી રાજી…
મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમા એક પુરુષે બે મહિલા સાથે લગ્ન કર્યાં. બન્ને મહિલાએ ફેમિલી કોર્ટમાં દાવો કર્યો, કોઇ છૂટાછેડા આપવા તૈયાર ન થયુ. આખરે અઠવાડિયાના દિવસો બન્ને પત્નીઓ વચ્ચે વહેંચી દેવામાં આવ્યાં અને કોર્ટે બહાર સમાધાન થયું. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક પતિ અને બે પત્નીઓ વચ્ચે અનોખો કરાર થયો અને વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ થયો. ગુરુગ્રામમાં તૈનાત એક સોફ્ટવેર એન્જીનિયર પરણેલો હોવા છતાં તે પોતાની સહકર્મીને પ્રેમ કરી બેઠો. ખુદને કુંવારા બતાવીને પહેલા તો સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી. અમુક મહિના સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરી લીધા. આ બાજૂ પિયરમાં બેઠેલી પહેલી પત્ની એક દિવસ પતિને શોધતા શોધતા ગુરુગ્રામ પહોંચી ગઈ, ત્યારે જઈને પતિના બીજા લગ્નનો ખુલાસો થયો. પત્નીએ ગ્વાલિયર આવીને ફેમિલી કોર્ટમાં ભરણ-પોષણને કેસ દાખલ કરવાની તૈયારી કરી, પણ કાઉંસિલરે બંને મહિલાઓ અને પતિને બોલાવીને કાઉંસિલિંગ દ્વારા અનોખું સમાધાન શોધી કાઢ્યું. આ સમાધાન મુજબ અઠવાડિયાના દિવસો બન્ને પત્નીઓ વચ્ચે વહેંચી દેવામાં આવ્યાં અને રવિવારની રજા રાખવામાં આવી.