જયારે જીવ બચાવવાની વાત આવે તો વ્યક્તિ કે પછી જાનવર કોઈ પણ હોય, પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક બિલાડી અને બાળકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વફાદાર બિલાડી દેખાઈ રહી છે જે બાળકને બાલકનીની પાસે ઉભા રહેવાથી રોકી રહી છે. તમે જાનવરોની વફાદારીના ઘણા વીડિયો જોયા હશે. ઘણા ક્યૂટ હોય છે તો ઘણા ખતરનાક. અહીં બિલાડી સાબિત કરી રહી છે કે વફાદારીના મામલામાં તે પણ કોઈનાથી પાછળ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જોવામાં આવી રહ્યો છે.
અહીં વીડિયોમાં એક બિલાડીને નાના બાળકનો જીવ બચાવતા જોઈ શકાય છે. વીડિયો જોઈ તમે પણ બિલાડીની તારીફ કરવા લાગી જશો.
વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘરની બાલકની પાસે એક નાનું બાળક ઊભું છે અને તેનાથી થોડે દૂર એક બિલાડી બેઠી છે, જે બાળકને બાલકનીમાંથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે પણ બાળક બાલકનીની રેલિંગ પકડે છે ત્યારે બિલાડી પંજાના સહારે બાળકના હાથ રેલિંગમાંથી હટાવી દે છે જાણે બિલાડી બાળકને તે બાલકનીથી દૂર જવા કહી રહી હોય.