Home News Update My Gujarat બોર્ડના છબરડાની પહેલા દિવસથી જ થયેલ શરુઆત…

બોર્ડના છબરડાની પહેલા દિવસથી જ થયેલ શરુઆત…

0

Published By : Patel Shital

  • ધો.10ની પરીક્ષામાં બરકત વીરાણીના મુક્તકને રઈશ મણિયારના નામે છાપ્યું

દર વર્ષે બોર્ડની પરીક્ષામાં છબરડાઓ થતા હોય છે આ વર્ષે પણ છબરડાઓનો સીલસીલો યથાવત્ રહ્યો છે જેમ કે પરીક્ષાના પ્રથમ દિવસે જ ધોરણ 10ની બોર્ડના વિદ્યાર્થીઓને 4 ગુણનું નુકસાન થયું છે. જેના કારણે શિક્ષણ બોર્ડ સામે અનેક સવાલો ઉઠ્યા છે. ગુજરાતીના પેપરમાં બરકત વીરાણીનું મુક્ત રઈશ મણિયારના નામે પૂછાતાં વિદ્યાર્થીઓને મળેલો 4 ગુણનો વિકલ્પ છીનવાયો છે. ધોરણ 10ની પરીક્ષામાં પહેલા દિવસે જ ગુજરાત શિક્ષણ બોર્ડે મોટો ભાંગરો વાટીને લાખો વિદ્યાર્થીઓનું ટેન્શન વધારી દીધું છે. અત્રે નોંધવું રહ્યું કે અત્યાર સુધી બોર્ડ દ્વારા આ છબરડા અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. તેમજ વિદ્યાર્થીઓના હિતો કઈ રીતે સાચવવામાં આવશે તે અંગે પણ બોર્ડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version