Published By : Patel Shital
- 9.50 લાખ રૂપિયા…
- ઈતિહાસના વિદ્યાર્થીએ વિજ્ઞાનની દુનિયામાં ધૂમ મચાવી…
ટેકનોલોજીની કંપનીના CEO સહિત મોટા અધિકારીઓની સેલરી કરોડોમાં હોય છે. અને અવારનવાર તે પોતાની પોસ્ટ અને પગારના કારણે ચર્ચામાં રહે છે જે રોજના લગભગ સાડા 9 લાખ રૂપિયા કમાતા હતા. ખાસ વાત એ છે કે હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થયેલ વ્યક્તિ ટેકનોલોજી સેક્ટરની કંપનીમાં પોતાની પ્રતિભાથી ઝળહળી રહ્યો છે. ટેક મહિન્દ્રાના થનારા MD અને CEO મોહિત જોશીની ઈન્ફોસિસમાં 22 વર્ષ સુધી મહત્વની જવાબદારી નિભાવ્યા પછી મોહિત જોશી હવે ટેક મહિન્દ્રાની સાથે નવી સફર શરૂ કરશે. તે હાલમાં MD અને CEO સી પી ગુરનાનીની જગ્યા લેશે. મોહિત જોશીની લોકપ્રિયતા અને પ્રતિભાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ટેક મહિન્દ્રામાં MD અને CEO નિયુક્ત કરવામાં આવ્યા. તેના પછી ટેક મહિન્દ્રાના શેરમાં ઈન્ટ્રાડેમાં જોરદાર તેજી આવી અને તે શરૂઆતના બિઝનેસમાં 8 % સુધી વધી ગયો. મોહિત જોશી 2 દાયકામાં એન્ટરપ્રાઈઝ ટેકનોલોજી સોફ્ટવેર અને કન્સલ્ટીંગ સેક્ટરમાં પોતાની સેવાઓ આપતા રહ્યા છે.
મોહિત જોશી છેલ્લા 22 વર્ષથી ઇન્ફોસિસ સાથે સંકળાયેલા રહ્યા. આ સમયગાળા દરમિયાન મોહિત જોશીએ બેન્કિંગ પ્લેટફોર્મ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ / ઓટોમેશન પોર્ટફોલિયો, સેલ્સ ઓપરેશન્સ, ટ્રાન્સફોર્મેશન, CIO ફંક્શન અને ઈન્ફોસિસ નોલેજ ઈન્સ્ટિટ્યૂટનું નેતૃત્વ કર્યું. તો ઇન્ફોસીસ પહેલા, તેમણે ANZ Grindlays અને ABN AMRO બેંક જેવી વિશ્વની કેટલીક સૌથી મોટી કોર્પોરેશનો માટે કામ કર્યું હતું. વર્ષ 2021માં મોહિતની સેલેરી 15 કરોડ રૂપિયાથી વધીને 34 કરોડ રૂપિયા થઈ ગઈ. ઇન્ફોસિસ ફાઇલિંગ અનુસાર તેને વર્ષ 2021-2022માં રૂ. 34,89,95,497/- નું વળતર મળ્યું હતું. તેનો અર્થ એ છે કે તે દરરોજ 9.5 લાખ રૂપિયા કમાતા હતા. પોતાની કારકિર્દી દરમિયાન મોહિત જોશીએ એશિયા, અમેરિકા અને યુરોપિયન દેશોમાં કામ કર્યું હતુ. વર્ષ 2014માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં તેમને યંગ ગ્લોબલ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.