- વર્ષ 2020થી નૂપુર શિખર સાથે રિલેશનમાં છે
આમિર ખાનની દીકરી આઈરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખર સાથે સગાઈ કરી લીધી છે. આઈરાએ નુપુર સાથેના રિલેશનશિપને આગળ લઇ જવાનો નિર્ણય કર્યો છે. આઈરાએ તેની સગાઈનો વીડિયો પણ સો.મીડિયામાં એકાઉન્ટ instagram પર શૅર કર્યો છે. આઈરા તથા નૂપુર 2020થી રિલેશનશિપમાં છે.
ઉલ્લેખનીય છે કે નૂપુરે આઈરા ખાનને ‘આયરન મેન ઇટાલી’ના શો દરમિયાન પ્રપોઝ કર્યું હતું. તે રેસ કોસ્ચ્યૂમમાં હતો અને આઈરા પાસે આવીને તેને કિસ કરે છે અને પછી ફિલ્મી અંદાજમાં ઘૂંટણ પર બેસીને બોક્સમાંથી રિંગ કાઢી આઈરાને પહેરાવે છે. આઈરા ફિલ્મી પ્રપોઝલ જોઈને ખુશ થઈ જાય છે. અને તરત જ હા પાડી દે છે.
આઈરા તથા નૂપુરનું પ્રપોઝલ જોઈને લોકોએ ખુશ થઇ જઈને તાળીઓ પાડી હતી. આઈરા તથા નૂપુરનો આ વિડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આઈરાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘પોપઆઇ, તેણે હા પાડી, આઇરાઃ હાહાહા, મેં પણ હા પાડી.’ સેલેબ્સે સો.મીડિયામાં આઇરાને શુભેચ્છા પાઠવી છે. સુસ્મિતા સેનનો એક્સ-બોયફ્રેન્ડ રોહમન શૉલ, હુમા કુરૈશી, રિયા ચક્રવર્તી, સારા તેંડુલકર, હેઝલ કિચ, ટાઇગરની બહેન ક્રિષ્ના શ્રોફ, સહિતની સેલીબ્રીટીઓએ બન્ને કપલને અભિનંદન પાઠવ્યા હતા.

આઈરા ખાનએ આમિર ખાનની પ્રથમ પત્નીની દીકરી છે. આમિર ખાને ‘કયામત સે કયામત તક’ શૂટિંગ દરમિયાન રીના દત્તા સાથે પહેલા લગ્ન કર્યા હતા. આ જ ફિલ્મના ‘પાપા કહતે હૈ’ ગીતમાં રીના મહેમાન કલાકાર તરીકે જોવા મળી હતી. 1986માં થયેલા લગ્ન 16 વર્ષ ટક્યા હતા અને તેઓએ વર્ષ 2002માં ડિવોર્સ લઇ લીધા હતા. આમિર ખાન અને રીનાને બે બાળકો જુનૈદ અને આઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.