- સો.મીડિયામાં #ArrestJubinNautiyal ટ્રેન્ડ
- સોશિયલ મીડિયા યુઝર્સે ઝુબીન નોટિયાલની ધરપકડ કરવાની માંગ કરી
મળતી માહિતી અનુસાર, ઝુબીન નોટિયાલ આગામી દિવસોમાં એક કોન્સર્ટ કરવાનો છે અને તેના પોસ્ટર પર જે આયોજકનુ નામ દર્શાવાયુ છે તેને લઈને હોબાળો શરૂ થઇ ગયો છે પોસ્ટર પર ભારતનો વોન્ટેડ ક્રિમિનલ જય સિંહનુ નામ છે. લોકોનુ કહેવા પ્રમાણે જય સિંહનુ અસલી નામ રેહાન સિદ્દીક છે.લોકો દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે જય સિંહ ઉર્ફે રેહાન સિદ્દીકી એ ક્રિમિનિલ છે જેની તલાશ પોલીસ છેલ્લા 30 વર્ષથી કરી રહી છે. જય સિંહ આતંકી જૂથ અને પાકની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે સંકળાયેલો છે. તેના પર ડ્રગ તસ્કરીથી માંડીને ખાલિસ્તાનની ચળવળને સમર્થન આપવાના ગંભીર આરોપ છે.
સોશિયલ મીડિયા યુઝર્સ માંગ કરી રહ્યા છે કે, ઝુબિન દેશદ્રોહિઓ સાથે કોન્સર્ટ કરી રહ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવે. અને સાથે સાથે લોકો એમ પણ જણાવી રહ્યા છે કે, આ જ વ્યક્તિ સાથે અરિજિત સિંહે પણ કોન્સર્ટ કરી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સે ઝુબીનને અપીલ પણ કરી રહ્યા છે કે, આ કોન્સર્ટ તે કેન્સલ કરે અને આવા લોકોથી તે દુર રહે.