Published By : Parul Patel
મનસુખલાલ વસાવાના ખુલાસા કમ- ઓછો, અને મારી પર રાજકીયદ્વેષ યુક્ત આક્ષેપોના સંદર્ભે મારાં તરફથી એક વધુ સત્યદર્શન🙏
👉 આપણા ભરૂચ લોકસભાના સતત સાતમીવાર સાંસદ બનેલા માં. મનસુખભાઇ વસાવાએ સ્વયં /કે એમના કોઈ સલાહકારે એમના FB પર મારાં (નરેશ ઠક્કર) પર કરેલા આક્ષેપોનો ટૂંકો મુદ્દાસર જવાબ તેજ સમયે પણ આપેલો, અને એમના ચૂંટાઈ જવા સુધી અને ત્યાર પછી પણ એમની સાથે તમામ મુદ્દે સનાતન સત્ય માટે સંઘર્ષનો વાયદો પણ આપેલો..જે બહુજ સંવેદનશીલ મુદ્દો બાકી રહ્યો હતો એ હવે આજે અહીં પ્રજાના સાચા જ્ઞાન માટે પ્રસ્તુત કરું છુ..
આપણા સાતમીવારના સાંસદ 24/06/2024 એ મનસુખભાઈએ સોગંદ લઈ લીધા છે…..ત્યારે એમના સત્યથી કોષોદૂર , દ્વેષપૂર્ણ, માત્ર મને-મારાં ન્યાયિક અવાજને દબાવવા FB રજુ કરાયેલા RS દલાલના મુદ્દે ખોટાં આક્ષેપોનો સાચો, સચોટ જવાબ આપવાની એક વધુ તક એમના FB અને મારાં તથા ચેનલ નર્મદાના FB પર પોસ્ટ કરવા સહિત એક બ્લોગ સત્ય દર્શન માટે મુકું છુ…સાંસદે કે એમના સલાહકારોએ મારી ઉપર RS Dalal ના મુદ્દે મારું મોરલ તોડવા, બદનામ કરવાના એક માત્ર ઇરાદે, પત્રકારત્વની દીર્ઘકાલીન સેવા, સામાજિક લાંછન લગાવવાના ઇરાદે રજુ કરી, જાહેરમાં મારું એક પત્રકાર તરીકેનું મોરલ તોડવાની નીરર્થક કોશિશ કરી , એમની, એમના જી હજુરિયા ટીમની વાહવાહી અને પોતેજ સાચા, શ્રેષ્ઠ છે એવુ પ્રજા સમક્ષ પ્રતિપાદિત કરવા- કરાવવા જે લખ્યું, FB પર પ્રસારિત કર્યું, કરાવ્યું.. એની સામે મેં આ સાંસદના જ બે ભલામણ પત્રો RS DALAL સ્કૂલના મુદ્દે પુરાવાઓ સાથે મોંઢા પર મારી, બોલતી તો બંધ કરી છે, પણ “જમીન પચાવી પાડવાના” તદ્દન ખોટાં, નિર્લજ્જ, ડેફર્મેટિવ સ્ટેટમેન્ટ સામે આજે મારે મારી ભરૂચની જનતા સમક્ષ સત્ય પ્રદર્શિત કરવું અનિવાર્ય બન્યું છે…
ના આ મારે કોઈ મોટાઈ બતાવવાની છે, ના સેવાકીય મહાનતા દર્શવવાની છે કે ના કોઈને ઉતારી પાડી અપમાનિત કરવા છે, મેં માત્ર શહેર, શિક્ષણ, મારી ભૂતપૂર્વ અને ઐતિહાસિક માતૃ સંસ્થા, જ્યાં હું 11-12 ધોરણ ભણ્યો, એના ઋણ માટે જ જે પણ કર્યું છે એ સાદર પ્રસ્તુત છે, એ મારો વ્યવસાય કે વિષય જ નહતો, હા સમાજ પ્રતિનો ધર્મ જરૂર હતો,અને હજુ છે.
આ મુદ્દે નામદાર હાઇકોર્ટ માં,આ શાળાનો મુદ્દે કોઈ અંતિમ ફેસલો આવ્યો નથી, ટ્રસ્ટની અરજ પેન્ડિંગ છે…સરકારે એમની એકતરફી રીતે શાળા નુ સંચાલન હસ્તગત કરી લીધું છે..નિર્ણય જે પણ આવશે એ નામદાર અદાલતના ન્યાયિક નિર્ણયને જાહેરમાં બાઈજ્જત સ્વિકારવાનો જ હોય, અન્યાય સામે ન્યાય માટે અન્યાય સામે સતત પ્રવૃત રહેવાનું જ હોય..
આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ટ્રસ્ટ, અને તેના ચેરમેન તરીકે મેં સત્ય, ન્યાય, શિક્ષણના વિશાળ હિતમાં કાયદેસર જે પણ સતત લઢત આપી છે, તે શાળાની હિસ્ટ્રી સહિતની પ્રક્રિયાઓ ક્રોનૉલોજીકલ – પ્રોસેસ નામદાર હાઇકોર્ટની સાક્ષીમાં, ન્યાયિક રીતે લઢત આપી છે, ક્યાંક જીત્યા છે, તો ક્યાંક સરકારી સહેતુ પૂર્વકની ઉપેક્ષા,રાજકીય દુર્ભાવનાઓનો ભોગ પણ બન્યા છે.જે કાંઈ થયું, કર્યું છે એ જાહેરમાં અને જાહેર હિતમાં-શિક્ષણ અને આ 175 વર્ષ જૂની ઐતિહાસિક સંસ્થાને ટકાવવા,નવા કલેવર સાથે વિકસાવવા કર્યું છે અને તે પણ આપણી કહેવાતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, એના નેતાઓ, ધારાસભ્યો અને ઇવન તત્કાલીન કેબિનેટ શિક્ષણ મંત્રી, મેહસૂલ મંત્રીની સાક્ષી, સંમતિથી કર્યું છે,જાહેરમાં, ON PAPER,હા બે ચાર અસંતુષ્ટ અને દ્વેષપૂર્વક-સહેતુપૂર્વક મારો વિરોધ કરનારાઓ,મારી કથિત સફળતાની ઈર્ષ્યા કરનારા મારાંજ આ પક્ષના નેતાઓની પીઠ પાછળ ખંજર મારવાની પ્રવૃતિઓ વચ્ચે મેં લડત આપી છે.એક યોદ્ધા તરીકે.સાંસદશ્રીના આક્ષેપોના જવાબમાં આખુ ન્યાયિક યુદ્ધ,વર્ષ અને તારીખ વાઈઝ રજૂઆતોનુ ટેબલ માત્ર સત્યના પ્રકાશ માટે અત્રે રજુ કર્યું છે, આ ન્યાયિક યુદ્ધનો અંત જે પણ આવશે એ.સન્માન પૂર્વક સર્વસ્વીકૃત જ હોવો જોઈ
👉 પણ મનસુખલાલને એમના આક્ષેપોનો અક્ષરસહ જવાબ એમના શબ્દો પછી બ્રેકેટમાં આપું છુ ને કેટલાક સવાલો એમના સ્વયંના આત્મ મંથન, જાગૃતિ, સત્ય પ્રાગટ્ય માટે પણ પૂછું છુ.આ છે એમના આક્ષેપોના બે મુદ્દા
👉 4. નરેશભાઈ પાંચ વર્ષ પહેલા ભરૂચનું ઘરેણું કહેવાય (આજે પણ ઘરેણું જ છે, પણ આ ભાજપી નેતાઓ ના પાપે અવિકસિત રહ્યું છે, એક કલેકટરે હોસ્ટેલના વિકાસ માટે 45 લાખ ફાળવ્યા,તો એ ગ્રાન્ટ કોના, કેવા અને કયા પાપે લેપ્સ થઈ, આ અદ્ભૂત અને અતિ ઉપયોગી એવુ આ ઘરેણું કેમ નંદવાયેલું અને જર્જરિત હાલતમાં 100 વર્ષ પછી પણ,અવિકસિત રહ્યું એ બીજા કોઈ બ્લોગમાં, પુરાવાઓ સહિત મનસુખલાલને અર્પણ, જાણ કરીશું જ) તેવી ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડની જમીનનો કેટલોક ભાગ પચાવી પાડવા માંગતા હતા (માં સાંસદશ્રી..કોઈ સરકારી શાળાની સંપૂર્ણ સરકારી માલિકીની જમીન, સરકારશ્રીની સંમતી સાથે, માત્ર:એજ શાળા નવા સ્થળે સંચાલન માટે શિફ્ટ કરવાથી, સરકારી નીતિ નિયમો પ્રમાણે જ, સરકારી શરતી રીતે, lસરકાર જ ચોક્કસ સમય મર્યાદાઓ માટે, લાંબી ન્યાયિક-હાઇકોર્ટમાં લડત પછી, ખુદ તમે અને તમારાં જ પક્ષનાં મહત્તમ નેતાઓની મેહનત, ભલામણો પછી શાળા શિફટિંગ ઈચ્છે.. કરે -કરાવે તો એને જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કહેવાય?? કેબિનેટ શિક્ષણ મંત્રી, તમારા 80% મોટાં નેતાઓ, કલેક્ટર, SP, DEO, સહિત એક હજાર માણસોની ઉપસ્થિતિમાં ભૂમિ પુજન થાય, પ્રજા લાઈવ જુવે,એને પચાવી પાડવાની પ્રક્રિયા કહેવાય?? કે સિવિલ હોસ્પિટલ વાળું મકાન 4-6 એકર જમીન સહિત ખાનગી ટ્રસ્ટને એક રૂપિયે 99 વર્ષના પટ્ટે કોઈપણ રાજકીય રીતે નિર્વિરોધ આપવાની પ્રક્રિયા ને, કૌભાંડ પચાવી પાડવાની પ્રક્રિયા કેહવા?)
👉 મનસુખલાલ,કોઈએ આજ રીતે અલમાવાડીની સરકારી શાળા પચાવી પાડી છે??એ વાત સાચી છે??કોણ છે એ?? એમાં આપ તો નથી ને મનસુખલાલ?? શું એ પ્રક્રિયા જમીન પચાવી પાડવાની હતી-કહેવાય ?? શું સ્થિતિ છે ત્યાંની હાલ ?? આપ તપાસ કરાવશો કે હું પેપર્સ શોધી આપું ?? રાજપીપળા આસપાસ પણ કોણે કઈ સરકારી શાળાઓની આવી જમીન પચાવી પાડી છે?? (ઝગડીયા તાલુકાના અવિધાની સરકારી શાળાની વિશાળ ખેતીવાડી સહિતની જગ્યા જેમને સંચાલન માટે આપી કે લીધી છે, એમણે શું જમીન પચાવી પાડી છે, એવુ કીધું છે તમે ક્યારેક? કે કહેશો?? જો કે આ તમારાં શબ્દો નથી, કોઈક મારાં હિત શત્રુના હશે, બાકી આવું બોલી કોઈ ખુદના પગ પર કુહાડી થોડું મારે??)
“આ જમીન પડાવવા માટે તેઓએ આકાશ પાતાળ એક કરી દીધી પણ ભરૂચના કેટલાક સજ્જન અને જાગૃત નાગરિકોએ સરકારમાં રજૂઆત કરતા ભરૂચની મોકાની જમીન જેમાં અનેક પ્રકારના સરકારી અને અર્ધસરકારી કાર્યક્રમો થતા અને યુવાનો સ્પોર્ટ્સ માટે તેનો ઉપયોગ કરતા હતા આવી જમીન નરેશભાઈને મળી નહીં” આવું મનસુખલાલે કે એમના કોઈ હિત શત્રુએ લખીને FB પર પોસ્ટ કર્યું છે.
(આચાર્ય શ્રી RS DALAL ની 100 વર્ષથી સરકારી માલિકીની જગ્યા કોઈ વ્યક્તિ કે ટ્રસ્ટ ‘મોકાની જમીન ‘પડાવી લેવા હાઇકોર્ટ કે ખુદ સરકારમાં એમના જ સાંસદ ,ખુદ મનુખવસાવાની હાજરી- પત્રો સાથે 10 કે 20-30 વર્ષ માટેના મર્યાદિત સમય માટે નવી શાળા ખુદના-ટ્રસ્ટના રુ. 2-5 કરોડના ખર્ચે બનાવી, પુનઃ સરકારને પરત આપવાની શરતો સાથેની દરખાસ્તો, પેપર પર આ ટ્રસ્ટે સરકારને જ આપ્યા છે, PMO -CMO થી માંડી હાઇકોર્ટ સુધી…એ આ લખનારે-સાંસદે વાંચ્યા છે ખરા???કે ગભરાટ અને વેર લેવાની ઉતાવળે માત્ર આંધળાનો ગોળીબાર જેવું કર્યું છે??
“અમે આકાશ પાતાળ એક કર્યા” તો એમાં તમે, તમારી જ – SORRY આપણી જ પાર્ટીના, તમારાં સહિતના કોણ કોણ રાજકારણીઓ ક્યાં ક્યાં ને ક્યારે ક્યારે ગાંધીનગર સાથે હકારાત્મક હેતુ સર, સહેજ પણ સ્વાર્થ વિના હતાં, એ તો આખી પાર્ટી જાણે જ છે ને?? તમે પણ, ધર્મેશ મિસ્ત્રી, ધર્મેશ ભટ્ટ, યોગેશ મામા, બે ધારાસભ્યો પણ તો 2019 માં હતાં જ ને?? યાદ કરો જરા ભુપેન્દ્રસિંહ બાપુ સાથે ની મિટિંગ અને આપનો જ લેટરહેડ, બધાની સહીઓ..આ સરકારી શાળાને બચાવવા અમને મદદ કરવામાં કોણ કોણ હતાં એ આખુ ભરૂચ જાણે છે, એને ધમધમતી કરવાનુ સ્વપ્નું,અને ધર્મ કોનો હતો, ઈચ્છાઓ કોની અને કેમ હતી એ પુરાવાઓ, અને નામ સાથે…આપના આખા પક્ષ સાથે, આપની સાથે..ચર્ચવા બોલો સાંસદશ્રી જાહેરમાં ક્યારે, ક્યાં, કઈ તારીખે મળો છો?? દિલ્હી સુધી આવવા અને ચર્ચા લાઈવ કરવા રેડી છુ. અને તો અને ત્યારેજ 1 જાન્યુઆરી 2020 ના રોજ હોસ્ટેલના એક ખૂણે, આચાર્ય નિવાસની પડતર જગ્યા એ સ્કૂલ શિફ્ટ કરવાનું ભુમીપુજન થયું એ આપને નહતી ખબર??
રહી વાત કેટલાક સજ્જન અને જાગૃત નાગરિકોની તો એ તો 5-7 વિઘ્નસંતોષીઓ અને આપના પક્ષના સ્વાર્થી, ટૂંકી દ્રષ્ટિ અને બુદ્ધિના વિરોધી તત્વો, જે હવે ખુલ્લા પડી ગયા છે..એમનો જીવ બળતો હતો કે હું ક્રેડિટ લઈ જઈશ, મોટો થઈ જઈશ અને જેમના અંગત સ્વાર્થ હતાં, એ રહી જશે.. એમણે અનેક વાંધા વચકા નાખી એક શિક્ષણ હિત ના સારા કામમાં રોડા નાખ્યા, બે ત્રણ ભ્રષ્ટ અને સ્વાર્થી અધિકારીઓને સાંધી ને..
રહી વાત સરકારની તો એમણે ગેરમાર્ગે દોરનાર ચંડાળ ચોકડી પણ ખુલ્લી પડી ચુકી છે…કેટલી ખોટી વાતો આપે પ્રજાને ગેરમાર્ગે દોરવા FB પર મૂકી છે?? હોસ્ટેલ ગ્રાઉન્ડ અને સ્કૂલનું મકાન બેઉ અલગ પ્રોજેક્ટ હતાં, અને છે
ક્યારેય તમે કે તમારાં ભાટ ચારણો એ આ મુદ્દાનો અભ્યાસ કર્યો છે ખરો??
👉 5. નરેશભાઈએ અમારા પર પણ ખૂબ દબાણ કર્યું (આપ અને આપના પર મારું દબાણ?)
અને નરેશભાઈ અમને પત્ર લખવા જણાવ્યું (તદ્દન ખોટી વાત.. છે તમારી પાસે મારાં દબાણ કરતાં એક પણ કોઈ પત્ર પુરાવા છે?? 2019 પછી આ મુદ્દે આપ વચ્ચે આવ્યાજ ક્યારે હતાં, આપ તો કહો) પણ તે વખતે અમે સ્પષ્ટ ના પાડી દીધી અને જેમાં નરેશભાઈને માઠું લાગ્યું (તોયે 20 ઓગસ્ટ 2022એ તમારું અમારાં રજત જયંતી પ્રસંગે હુંફાળું સન્માન કર્યું?? કેટલા મૂર્ખ છીએ અમે નહિ??પોસ્ટ કરીશું એ પણ જાહેરમાં) કે તેમને પોતાની મનગમતી જમીન પોતાના ટ્રસ્ટના નામે થઈ નહીં. (મનસુખલાલ ‘ટ્રસ્ટ’ શબ્દનો અર્થ તો જાણતા જ હશો. જે R S DALAL સ્કૂલની સરકારી માલિકીની જમીન પર, શિક્ષણ માટે જ સંપાદિત જગ્યા, સરકારી રાહે જ ખૂણાની પડતર જમીન પર શાળા બનાવીને સરકારને જયારે માંગે ત્યારે પરત આપવી, એની લેખિત ખાત્રી સાથે આપવી, એ શું મારો કે મારાં ટ્રસ્ટનો ગુન્હો હોઈ શકે?) આ જ કારણથી નરેશભાઈને ભાજપના આગેવાનો અને ભાજપની સરકાર અળખામણી લાગે છે. (થોભો સાંસદશ્રી, હું 1984 થી ભાજપનો છુ, 1998 માં ચેનલ જન્મી, ત્યારથી ભાજપ તરફી રહ્યો, પણ એક પત્રકાર તરીકે પહેલો પ્રજા તરફે રહ્યો.. જયારે ખુદ કોઈ પક્ષનો નેતા પક્ષનું અહિત કર્યું ત્યારે 1998 થી આજદિન સુધી એની ટીકા કરી જ છે.. પૂછો આખી પાર્ટી ને… કેમ મારો વિરોધ કરે છે??મને માત્ર જયારે જયારે જે પણ ભાજપનો કાર્યકર્તા કે નેતા, ભાજપ પક્ષ સાથે બેવફાઈ, ગદ્દારી કરે છે ત્યારે ત્યારે અળખામણો લાગે છે, પછી એ આપ હોય કે કોઈ પણ, અને એટલે પાર્ટીના હિતમાં, એક પત્રકાર તરીકે પણ હું ટીકા કરું છુ, એ મારો ધર્મ છે)
“એટલે જ નરેશભાઈ ને દુખે છે પેટમાં અને કુટે છે માથું..”.(આ વાક્ય ખરેખર તો આપના ભાજપના બેવફાઈ કરતાં એક એક નેતાને લાગું પડે છે, ભૂલથી આત્મ સ્વીકાર થઇ ગયો લાગે છે!!!)
પોતાની મનપસંદ જમીન (મારી પસંદ કેવી, સંસ્થાની જ 100 વર્ષ પૂર્વે શિક્ષણ માટેના જ હેતુ માટે સંપાદન કરાયેલી જગ્યા છે, જે ‘હેતુ ફેર’ થયાની તમારી જ સરકારની નોંધ સાથેનો નિર્ણય મેહસૂલના ચોપડે બોલે છે, કરવા દો એકવાર કોઈ શિક્ષણ પ્રેમી જાગૃત યોદ્ધા ને PIL પછી જોજો સ્વાર્થીઓ નુ શું થાય છે..)
“ના મળતા અને તેના કહ્યા મુજબ મેં ના કર્યું તેના લીધે તેઓ સતત મારા વિરુદ્ધ ખોટા સમાચારો ખોટા ઇન્ટરવ્યૂ છાપવાનું કામ કરી રહ્યા છે. “(મનસુખલાલ ચાલોને સાહેબ, પ્રજા સામે બધા મુદ્દે સાચું ખોટું આમને સામને જ કરી લઈએ??જીવંત ચર્ચા માં.. પુરાવાઓ સાથે.. મારાં ખર્ચે ને જોખમે..)
તમારાં 5-15 અને મારાં 5-15 માણસો,તમારી મદદમાં તમે કહો,એ સરકારી અધિકારીઓ,કાગળિયાઓના પુરાવા
જે 15-20 દિવસમાં એક એક પત્ર જાહેર પ્રજા માટે યુટ્યુબ પર જ મુકવાના છીએ
પણ આ હિંમત સત્ય જેની સાથે, પાસે હોય એજ કરી શકે.. જૂઠું બોલો, જોશ થી બોલો, વારંવાર બોલો, અને શબ્દોનું ‘રાજકારણ’ રમનારા આ ના કરી શકે સાહેબ, જો હું ખોટું બોલતો હોઉં, તો જાહેરમાં જ સાબિત કરોને આ જ મુદ્દે… જનતા નો શું વાંક??
મારાં પ્રિય ભરૂચીજનો…ભરૂચના વિકાસ આડે કોણ કેટલું, કેમ અને કયા કારણોસર આવી રહ્યું છે, એ આપ બધા જ જાણો છો, હું પક્ષની વિચારધારા નો હોવા છતાં, જ્યાં પક્ષની, પ્રજાની ઘોર ખોદનારા ખાસ કરી ભ્રસ્ટાચાર માં સેવા ભૂલી તિજોરીઓ ભરી, પ્રજાને ધરાર ભૂલી જનાર પછી એ કોઈ પણ હોય, મેં ખુલ્લે આમ વિરોધ કર્યો છે, મારાં આ સ્વભાવની મારે ઘણીવાર આકરી કિંમત ચૂકવવી પડી છે, એમાં દલાલ સ્કૂલ ના સારા કામમાં પણ વિઘ્નો અને વિફળતા એ મારું કમનસીબ બન્યું છે… મારે મેં શું કર્યું ભરૂચ માટે, એના ખુલાસા કે સાબિતીઓ આપવાની ના હોય, કર્તવ્યપાલન કોઈ અહેસાન નથી હોતું.. પણ જુઠ્ઠાઓ ને ખુલ્લા પાડવા, સાચું સત્ય પ્રજા અને નવી પેઢી માટે ઉજાગર કરવું એ પણ અનિવાર્ય હોય છે, આપ સહુની ક્ષમા યાચના કરું છુ કે આ saty- અસત્ય, સેવા અને સ્વાર્થની લઢાઈ માં આપે પણ કદાચ મને કે કમને જોડાવું પડતું હશે.. પણ પ્રજા ધર્મ માટે હું સમર્પિત રહીશ 5-24% લોકોને ગમે કે ના ગમે… 🙏🙏🙏