Published By : Aarti Machhi
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરુચ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દિનેશ પંડયા,પ્રમુખ પ્રવીણદિનહ ડી રણા,મહામંત્રી રાજકુમાર ટેલર,ભીખાભાઇ પટેલ સહિતના સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે.જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ફાયર NOC નહીં મેળવેલ હોય તેવી શાળાઓને તારીખ-6ઠ્ઠી ઓગસ્ટના રોજ સુધીમાં ફાયર NOC મેળવવા ઓન લાઇન અરજી જણાવ્યુ હતું પરંતુ ભરુચ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવી જોઈએ ખાસ કરીને ગ્રામ્ય શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાનુ સંચાલન જે શાળા મંડળો કરે છે.તે આર્થિક રીતે સધ્ધર નથી આ ખર્ચ કરવા માટે આવકના કોઇ સ્ત્રોત નથી.
ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર હોય છે ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર NOC નહીં લેવામા આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે.તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશકેલી વધશે નોનગ્રાન્ટેડ શાળાઓમાં આર ટી ઇ હેઠળ આપવામાં આવેલ બાળકોની ફી એડવાન્સ આપવામાં આવે તો.આ સુવિધા ઉપલબ્ધ કરવામાં મદદગાર બને તેમ છે.જેથી સરકાર દ્વારા અન્ય શિક્ષણ માટે આપવામાં આવતી ગ્રાન્ટની જેમ ફાયર સેફટીના સાધનો ખરીદવા માટે પણ સ્પેશીયલ ગ્રાન્ટ ફાળવી આ અભિયાનને સફળ બનાવી શૈક્ષણિક વિકાસ યાત્રામાં આગેકૂચ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.